
મોરબી જીલ્લા ફૂલછાબના બ્યુરોચીફ પત્રકાર સુરેશ ગોસ્વામીએ આજે રામજન્મોત્સવના ખુશીના દિવસે રોઝુ રાખી રજાક બુખારી એડવોકેટના ધરે રોઝુ ખોલી દેશમા અમન શાંતીની પ્રાર્થના કરી
રમજાનના પવિત્રમાસમા રોઝુ રાખી રામજન્મોત્સવના દિવસે એકતાનો સંદેશ પાઠવ્યો હતો પત્રકાર સુરેશ ગૌસ્વામી મોરબી જીલ્લાના જાણીતા ઈલોકટ્રોનિક મીડીયાના પત્રકાર અને યુવા ધારાશાસ્ત્રી તેમજ માળીયા મિંયાણા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રેસિડેન્ટ રજાક બુખારીના ધરે રોઝુ ખોલી દેશમા અમન એકતા અને શાંતીની પ્રાર્થના કરી હતી
આજે રમજાનમાસનુ સાતમુ રોઝુ તેમજ ચૈત્રી નવરાત્રી નોમ અને રામજન્મોત્સવ તેમજ સાંઈબાબાનો ગુરુવાર ચારેય સંજોગ સાથે ભેગા થયા છે ત્યારે મોરબી શહેર સહિત ભારતદેશમા ભાઈચારો એકતા અમન અને શાંતી જળવાઈ રહે તેવી પ્રભુ પાસે પ્રાથના કરી હતી મોરબી જીલ્લા ફૂલછાબના બ્યુરોચીફ પત્રકાર અને મોરબી પ્રેસ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને પત્રકારએસોસિએશન મોરબીના કારોબારી સભ્યશ્રી મોરબી ગોસ્વામી સમાજના અગ્રણી એવા પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી આજે ૩૦ માર્ચ ને ગુરુવારે એકસાથે ચાર સંજોગ ભેગા થતા હોવાથી તે સમગ્ર મોરબી શહેર સુખશાંતિ ને હિન્દુ મુસ્લિમ સહિતની સર્વજ્ઞાતિમા
ભાઈચારાની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અને અલ્લાહ ને પ્રાર્થના સાથે તે ચૈત્રી નવરાત્રી નોમ રામનવમીને રમઝાન માસ નું ૭ મુ રોઝુ ને સાંઈબાબા નો ગુરુવાર સાથે રહે છે ત્યારે.સુરેશભાઈ ગોસ્વામી છેલ્લા પંદર વર્ષથી રાબેતા મુજબ સાંઈબાબાનો ગુરુવાર તો રહે જ છે પણ આજે ગુરુવારે ચારેય સંયોગ ભેગા થતા તેને સાથે રહીને ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન વાત ને સાર્થક કરી મોરબી માં કોમી એકતા નું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે