
મોરબી માં રવાપર ચાર રસ્તાથી મચ્છુ ૨ ની જે મેઈન કેનાલમાં ગટર નું પાણી આવતું હોય જે બંધ કરવવા યોગ્ય આદેશ કરવા કાન્તીલાલ બાવરવાની મુખ્યમંત્રીને લૈખિત રજુઆત
મોરબી માં મચ્છુ – ૨ ડેમ આવેલ છે. આ ડેમ ની મેઈન કેનાલ રવાપર ગામ પાસે આવેલા રહેણાંક વિસ્તાર માંથી પસાર થાય છે ત્યારે છેલ્લા એક મહિના થી કેનાલમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવામાં આવેલ છે. આ પાણી બંધ થતા હવે કેનાલ માં ગટર નું પાણી ચાલુ થયેલ છે. આ પાણી ની દુર્ગંધ આવે છે. તેમજ ગટર નું પાણી દુષિત પાણી હોવાથી મચ્છર તેમજ અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ થવા પામેલ છે. જેના કારણે આસ પાસ રહેતા લોકો માં પાણી જન્ય તેમજ મચ્છર જન્ય રોગો નો ફેલાવો થવા પામેલા છે.
આ ગંધાતા ગટર ના પાણી બાબતે સ્થાનિક લોકો દ્વારા. સિંચાઈ વિભાગ ના જવાબદાર અધિકારી, નગર પાલિકા ના ચીફ ઓફીસર શ્રી તેમજ રવાપર ગામ ના સરપંચ શ્રી ને મોખિક રજુઆતો કરવામાં આવેલ છે. આમ છતાં આ પ્રશ્ન નું નિરાકારણ ન આવતા ના છૂટકે આવા નાના પ્રશ્ન બાબતે આપ શ્રી ને રજુઆતો કરવાની ફરજ પડેલ છે.
જયારે સરકર દ્વારા ગુડગવર્નન્સ ની વાતો થતી હોય છે. ત્યારે લોકો કરી રહ્યા છે કે શું? આજ સરકાર નું ગુડ ગર્વન્સ છે? જયારે સિંચાઈ વિભાગ અને નગર પાલિકા સરકાર હસ્તક હોય. ગ્રામપંચાયત ઉપર પણ સરકાર નો કંટ્રોલ હોય ત્યારે આ કામ બાબતે એક બીજા સાથે સંકલન નો અભાવ કેમ ?
આજ દિવસો માં જયારે પાણી જન્ય રોગો, મચ્છર જાન્ય રોગો, શરદી,ખાસી અને તાવ ના રોગો અને વધારમાં કોરોના ના કેશો મોરબી માં આવી રહ્યા છે. ત્યારે આ રીતે લોકોના સ્વાથ્ય સાથે થઇ રહેલા ચેડા કેમ ચાલી રહ્યા છે.? મોરબી કલેકટર શ્રી પણ આમાં કેમ કોઈ ધ્યાન આપતા નથી? તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે.
લોકો તો એવું પણ કહી રહ્યા છે. કે કોઈ રાજકારણી ના શોપિંગ માટે જો રોડ થાય કોઈ રાજકારણી નાં ચાલી રહેલા બાંધકામ માટે રસ્તા ને વનવે કરવા માટે નું નોટીફીકેશન થતું હોય,. જો પોલીસ ચોકી ફરી જતી હોય તો આ ગટર નું પાણી કેનાલ માં આવત કેમ બંધ થતું નથી? ઢોરો ને પણ ઘાસ અને સુખડી પણ ખાવારવા માં આવે છે. ત્યારે લોકોને પીડા આપતી આ કેનાલ ના પાણી બાબતે કોઈ નેતા કેમ કાઈ કરતા નથી? શું? લોકો ની ગણતરી ઢોરો થી પણ નીચલી કક્ષા માં થાય છે.? આવા પ્રશ્નો લોકો દવારા પૂછવા માં આવી રહ્યા છે.
અને આ પાણી જ્યાં પણ કેનાલ માંથી બહાર નીકળું હશે ત્યાં ના ખેડૂતો ના ખેતરમાં અથવા તો વોકળા માં કેવી ગંદગી ફેલાતી હશે? તે બાબતે પણ કેમ કોઈ વિચારતું નથી.?
આવી બધી વાતો અને મુશ્કેલી માંથી માર્ગ કરવા માટે અમારી આપ સાહેબ પાસે નમ્ર વિનતી સાથે ની માંગણી છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી