મોરબી પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને એ ડિવિઝન પોલીસે દબોચી લીધો

મોરબી પોલીસે પોકેટ કોપ તથા નેત્રમ સી.સી.ટી.વી નો ઉપયોગ કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે માથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે આરોપીને એ ડિવિઝન પોલીસે દબોચી લીધો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા નાઓએ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ હિતેષભાઇ ચાવડા ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપી શનાળા રાજપર ચોકડી ખાતે થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૦૫૭૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ આરોપી વિક્રમસિંહ જીવુભા ઝાલા ઉ.વ.૪૦ રહે.પંચાસર તા.મોરબી રહેતા આરોપી પાસેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ કબજે કર્યુ હતુ

આરોપીને પકડવામા મોરબી એ ડીવીઝનના અધિકારી તથા કર્મચારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર હિતેષભાઇ વશરામભાઇ કે.એચ.ભોચીયા સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ કિશનભાઇ ધીરૂભાઇ રાજદીપસિંહ પ્રતાપસિહ સિધ્ધરાજભાઇ કાનજીભાઇ અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ અરજણભાઇ મેહુરભાઇ કિશોરભાઇ મેણંદભાઈ તેજાભાઇ અરણજભાઇ અરવીંદભાઇ માવજીભાઇ ધર્મેન્દ્રભાઇ વાધડીયા ચકુભાઇ દેવશીભાઇ સહિતનાએ જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here