
મોરબીના કોયલી ગામનો યુવાન હેન્ડબોલ સ્પોર્ટસમા ઝળકીને ગુજરાતમા ૨૧મા ક્રમાક પ્રાપ્ત કરી ગામનુ તથા સમાજનુ અને શાળાનુ નામ રોશન કર્યુ
મોરબી : ગુજરાત સરકાર ધ્વારા આયોજિત ડીસ્ટ્રીક લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના સમગ્ર ગુજરાત રાજ્યમાં હેન્ડબોલ રમત માં મોરબીના કોયલી ગામમા રહેતા જાડેજા ભાગ્યરાજસિંહ દિલીપસિંહની પસંદગી કરવામા આવી હતી. ઉગતી પ્રતિભા એવા ભાગ્યરાજસિંહએ સમગ્ર ગુજરાતમાં 21માં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે આ સિદ્ધિ બદલ ભાગ્યરાજસિંહ એ કોયલી ગામનું અને જ્ઞાનપંથ શાળા નું નામ અને રાજપુત સમાજનુ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફ થી અભિનંદન વર્ષા થઇ રહી છે