
મોરબી જીલ્લા પોલીસ દ્રારા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન ની શરૂઆત કરાઈ
ઈન્ટરનેટ યુગમા સિનિયર સીટીઝન સાઈબર ક્રાઈમનો ભોગ ન બને તેના માટે મોરબી પોલીસની સી ટીમ રુબરુ મુલાકાત કરી જાગૃત કરવા પ્રયાસ કરશે
આજકાલ ઇન્ટરનેટના યુગમાં સાયબર ક્રામઇના બનાવો બનવાનું પ્રમાણ વધ્યુ છે આવા સંજોગોમાં સિનિયર સિટીઝનો વધુ ભોગ બનતા હોય છે જેથી સરકારશ્રીની સુચના મુજબ ગુજરાત રાજયના પોલીસ વડા દ્વારા ગુજરાત રાજ્યના સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તેઓને જાગૃતી કરી સાયબર ક્રાઇમ સબંધીત જાગૃત કરવા માટે આગામી તા.૧૧/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ દરમ્યાન જાગૃતી અભ્યાન શરુ કરવા માટે એક વિશેષ સાયબર ક્રાઇમ માટે નિર્ણય લેવામાં આવેલ છે
મોરબી જિલ્લાપોલીસઅધિક્ષકશ્રીની કચેરી ખાતે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી નાઓની અધ્યક્ષતામાં સિનીયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત સી.ટીમ ની મીટીંગનું આયોજન કરવામાં આવેલ અને ઉપરોકત જણાવેલ સમયગાળા દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનોની સી.ટીમ ના સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત કરી સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે મોબાઇલ ડેટા સેફટી, સોશ્યલ મીડીયા, ઓનલાઇન શોપીંગ ઓ.ટી.પી. અનનોન લીંક વિગેરે દ્વારા થતા સાયબર ક્રાઇમ વિશે વિગતવાર માહિતી આપી તેઓને જાગૃત કરવા તેમજ તેઓને આમ જીવનમાં પડતી મુશ્કિલીઓ દુર કરવાની કામગીરી કરવા, તેમજ વૃદ્ધાશ્રમ તથા અનાથ આશ્રમની મુલાકાત કરી તેઓને યથા યોગ્ય મદદ તથા સહકાર આપવા માટે તજવીજ કરવા સી.ટીમ ના સભ્યોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો