મોરબીમા ઝૂલતો પુલ તૂટ્યાના ૧૬૩ દિવસ બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ કરાતા ચકચાર ફેલાયો હતો

મોરબીમા ઝૂલતો પુલ તૂટ્યાના ૧૬૩ દિવસ બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ કરાતા ચકચાર ફેલાયો હતો

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા આ બનાવમા હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું જોકે ઘણો સમય વીત્યા બાદ આજે દુર્ઘટનાના ૧૬૩ માં દિવસે નગરપાલિકા સુપરસીડ કર્યાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે

ત્યારે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિત જવાબ માંગ્યો હતો જોકે નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સદસ્ય જવાબ આપવાથી સતત બચતા જોવા મળ્યા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતાજોકે આખરે સરકારે કડક કાર્યવાહી કરી છે અને મોરબી નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકા સુપરસીડ કરી દેવામાં આવી છે જે અંગેની સત્તાવાર માહિતી મેળવવા પ્રયત્ન ચાલી રહ્યા છે તો ઇન્ચાર્જ ચીફ ઓફિસર આ મામલે હાલ કશું ચર્ચા કરવા તૈયાર નથી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here