
મોરબી જીલ્લાના વાકાનેરમા હત્યાના ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓનો કોર્ટમાંથી નિદોષ છુટકારો
મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભુતનાથ મંદિર પાસે આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઈને ફટાકડા બાબતે મારામારી થતા છરી હુમલો થતા ફરીયાદીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓનો કેસ મો૨બી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે
વાંકાનેરમાં હત્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા અને હત્યાનો આ કેસ મો૨બી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષૅ જાહેર કર્યો છે. જેની માહિતી આપતા વકીલે જણાવ્યુ છે કે, તા. ૯/૧૧/૨૦૧૮ ના રોજ યુવાનની હત્યા કરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસે આરોપીઓ મોસીન હાજીભાઈ આજાબ, આસીફ ઉર્ફે હુસેન ગુલમામદભાઈ સામતાણી, ઈનાયત ઉર્ફે ઈલુ કાદરભાઈ હઠીયત અને મુનાભાઈ મહમદભાઈ શેરસીયાની ધ૨પકડ કરી હતી. જે કેસ મો૨બી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને વિવેક કે. વરસડા રોકાયેલ હતા. તેમણે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલ કરેલ હતી ત્યાર બાદ બંને પક્ષની દલીલને ધ્યાને લઈને ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજે આરોપીઓના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને વિવેક કે. વરસડાની દલીલોને ધ્યાને લઈને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો