મોરબી પોક્સો કોર્ટ દ્વારા કડક ચુકાદો પાંચ વર્ષની માશુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને વીસ વર્ષની સજા અને ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કોર્ટનો આદેશ

મોરબી પોક્સો કોર્ટ દ્વારા કડક ચુકાદો પાંચ વર્ષની માશુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમને વીસ વર્ષની સજા અને ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કોર્ટનો આદેશ

મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટીમાં વર્ષ ૨૦૨૦ માં પાંચ વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ શખ્સને આજે નામદાર મોરબી પોક્સો કોર્ટે ૨૦ વર્ષની કેદની સજા ફટકારતો આકરો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગરમાં રહીને જીવનનિર્વાહ કરતા ઉત્તરપ્રદેશના પરિવારની પાંચ વર્ષની માસુમ દીકરીને હવસનો શિકાર બનાવી આરોપી રવિ પરમસુખ બધેલે દુષ્કર્મ ગુજારતા બાળકી હતપ્રભ બની ગઈ હતી અને આ અંગેની જાણ માતાને થતા આ મામલે ગુન્હો નોંધાયો હતો. દરમિયાન નામદાર મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ ગંભીર કેસમાં ૧૨ મૌખિક અને ૨૩ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દલીલોને ધ્યાને લઈ નરાધમ આરોપી રવિ પરમસુખ બધેલને ૨૦ વર્ષની કેદ અને ૨૩ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં નામદાર પોક્સો કોર્ટ દ્વારા ભોગ બનનાર બાળકી માટે રૂપિયા ચાર લાખનું વળતર અને આરોપી દંડ ભારે તે રકમ વળતરરૂપે ચૂકવવા પણ હુકમ કરાયો છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here