
મોરબી માળીયા મિંયાણાના જાણીતા ધારાશાસ્ત્રી એન્ડ પત્રકાર રજાક બુખારીના પિતાશ્રી મર્હુમ હાજી અબ્બાસમીંયાબાપુ બુખારી જન્નત નશીબ થતા કાલે ઝિયારતમા રોઝેદારોના રોઝા ખોલાવી ન્યાઝશરીફ ફાતેહા રાખેલ છે
રમજાનના પવિત્ર માસના ૨૨મા રોઝે જુમ્માના દિવસે વફાત થતા પરવરદિગાર મર્હુમ હાજી અબ્બાસમીંયાબાપુ અકબરમીયા બુખારીને જન્તુલ ફિરદોશમા મકામ અતા ફરમાવે તેવી દુવા
માળીયામિંયાણાના ખીરઈ ગામના માજી સરપંચ મહંમદબાપુ બુખારી અને મોરબી માળીયા માળીયા મિંયાણાના જાણીતા પત્રકાર એન્ડ એડવોકેટ રજાક બુખારીના પિતાશ્રી પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસમીંયાબાપુ અકબરમીંયા બુખારી જન્નત નશીબ થતા ખીરઈ થી વવાણીયાની પવિત્ર ભુમિ સુધી જનાઝો કાઢી જનાઝા નમાઝ પઢીને વવાણીયા મુકામે દફનવિધિ કરવામા આવી હતી
પીરે તરીકત મર્હુમ સૈયદ હાજી અબ્બાસીયાબાપુ અકબરમીંયા બુખારી (અબ્બાસબાપુ) આજે તા.૧૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ રમજાનના પવિત્ર માસના શુક્રવાર જુમ્માના ૨૨મા રોઝે વહેલી સવારે જન્નત નશીબ થતા તેમની દફનવિધિ વવાણીયા મુકામે રાખવામા આવી હતી દફનવીધીમા સૈયદ સાદાતે કિરામ મુરસીદો અને સુન્ની મુસ્લીમ જમાત ખીરઈ માળીયામિંયાણા તેમજ વવાણીયાના બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો હાજર રહયા હતા અને અલ્લાહ તઆલા મર્હુમ હાજી અબ્બાસમીંયાબાપુને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા માંગી હતી
તેમજ મર્હુમ પીરે તરીકત સૈયદ હાજી અબ્બાસમિંયાબાપુ બુખારીની ઝિયારત તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોઝ સાંજના ૫:૩૦ કલાકે માળીયા મિંયાણાના ખીરઈ ગામે મસ્જીદે ગૌષિયા અને બહેનો માટે ધરે રાખવામા આવેલ છે આ ઝિયારતમા સાંજે રોઝમદારોના રોઝા ખોલાવી ન્યાઝ તસકીમ કરવામા આવશે જેની તમામ મુસ્લીમ બિરાદરોને સવાબ હાસીલ કરવા પધારવા ઈશાકમીંયા હાજીઅબ્બાસમીંયા બુખારી ઉમરમીંયા હાજી અબ્બાસમીંયા બુખારી રજાક મીંયા હાજીઅબ્બાસમીંયા બુખારી અલીમીંયા હાજી અબ્બાસમિંયા બુખારી મહંમદમીંયા હાજી અબ્બાસમીંયા બુખારી તથા પરીવારે જણાવ્યુ હતુ