મોરબીમાં ગુન્હામાં પકડાયેલ હિટાચી મશીન મુદામાલ છોડાવવા આરોપીઓએ ડુપ્લિકેટ સોલવંશી આપી કોર્ટનો છેતરવાનો પ્રયાસ કરતા બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાયો

મોરબીમાં ગુન્હામાં પકડાયેલ હિટાચી મશીન મુદામાલ છોડાવવા આરોપીઓએ ડુપ્લિકેટ સોલવંશી આપી કોર્ટનો છેતરવાનો પ્રયાસ કરતા બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાયો

પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગરના મોરથળા ગામે રહેતા રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હિટાચી મશીન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં કબ્જે કરેલ હોય જેને છોડાવવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ સોલવંશી જામીન મોરબી કોર્ટમા રજુ કરવાનો હુકમ હોવાથી દિનેશભાઇ ભાણજીભાઇ વાઢેર (રહે.એ-૪૦૪ શાંતીપથ રેસીડન્સી મુઠીયા નરોડા અમદાવાદ), રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા (રહે.મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર) તથા દેવેન્દ્રભાઇ નાથાભાઇ પંડયા (રહે.ઓઢવ અમદાવાદ)એ ભેગા મળી ગુનાહિત કાવત્રુ રચી દિનેશભાઇના નામનો દારપણાનો દાખલો કોઇપણ રીતે ખોટો ઉભો કરી બનાવટી હોવાનુ પોતે જાણતા હોવા જામીનગીરી તરીકે જામીનમા રહેવા મોરબી નામદાર કોર્ટમા રજુ કરતા શંકાના આધારે નામદાર કોર્ટે તેની તપાસ કરતા સોલવંશી દાણપણાનો દાખલો ડુબ્લીકેટ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ પોલીસે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરતા જામીનગીરીનો વેપલો કરતા જામીનદારોમા ફફડાટ ફેલાય ગયો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here