
મોરબી કાયાજી પ્લોટમાં રહેણાંક મકાનમાં હાથફેરો કરનાર ચોકીદાર રામબહાદુરની નેપાળી ટોળકીને એલસીબીએ મુદામાલ સાથે ઉપાડી લીધા
મોરબી કાયાજી પ્લોટમાં રહેતા ફરીયાદી હિંમાશુભાઈ ચંદ્રકાંન્તભાઈ ચંડીમ્મર પરીવાર સાથે લગ્નપ્રસંગે ગયા બાદ તેમના રહેણાંક મકાનમાં ચોકીદાર તરીકે કામ કરતા રામબહાદુર સહીતની નેપાળી ટોળકીએ સોના ચાંદીના દાગીના સાથે લાખો રૂપિયાનો હાથફેરો કરી હવામાં ઓગળી ગયા હતા જેમા ધોળા દિવસે ધાડ પાડનાર રામબહાદુર સહીત ત્રણને મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે ગણતરીના દિવસોમાં મુદામાલ સાથે ઉપાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પકડાયેલા ચોરટાઓમા રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્વકર્મા નેપાળી ઉ.વ ૫૫ રહે.હાલ મોરબી મુળ નેપાળ મનીષ કૈલાસ ઉર્ફે કેલે વિશ્વકર્મા નેપાળી ઉ.વ ૩૦ દર્શના મનીષભાઈ વિશ્વકર્મા નેપાળી ઉ.વ ૩૩ રહે બંન્ને નેપાળ વાળાને સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ રૂ.૮,૫૩,૫૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ ચોરીમાં ફરાર સદે ઉર્ફે શક્તિ વિશ્વકર્મા નેપાળી બિંદુ લક્ષ્મીરામ જૈશી નેપાળી બિન્દ્રા નેપાળી અને વિનોદ રામબહાદુર વિશ્વકર્મા નેપાળી સહીત ચાર ચોરટાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે