
મોરબી વાકાનેર અને રાજકોટ ઈંગલીશ દારુની હેરાફેરીના ગુન્હામા સાત વર્ષથી ફરાર આરોપી વિજય મીરને એલ.સી.બી એ દબોચ્યો
મોરબી તાલુકા,વાંકાનેર તાલુકા અને રાજકોટ શહેર એમ કુલ ત્રણ પોલીસ મથકના ઇંગ્લિશ દારૂના ચાર ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા ઇસમને મોરબીની એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલ.સી.બી. પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લોસ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે. મોરબી તાલુકા પોલીસ, વાંકાનેર તાલુકા પોલીસ અને રાજકોટ શહેર ડીસીબી પોલીસમાં નોંધાયેલ ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી વિજય છેલાભાઇ મીર હાલ મોરબીની રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી વિજય મળી આવતા તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં એલ.સી.બી. પી આઈ ડી.એમ.ઢોલ,પી એસ આઈ કે.જે.ચૌહાણ, પી એસ આઈ એન.એચ.ચુડાસમા, પી એસ આઈ એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડા ટેકનીકલ સેલના પોલીસકર્મીઓ જોડાયા હતા.