
મોરબીમાથી સગીરાને ઈન્ટાગ્રામમા પ્રેમજાળમા ફસાવી અપહરણ કરનાર આરોપી રવી જોગીને પોલીસે ભરુચથી ઉપાડી લીધો
મોરબીમાં ઇન્સ્ટાગ્રામ મારફત સગીરાનો સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવી તેનું યુવકે અપહરણ કર્યું હતું. જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસની ટીમ તપાસમાં હોય દરમિયાન આરોપી અને સગીરાને ભરુચ ખાતેથી શોધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગત તારીખ ૨૪/૦૪ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર તેમની સગીર વયની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ મારફત કોઈ શખ્સે સંપર્ક કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેમની દીકરીનું રહેણાંક મકાનેથી અપહરણ કર્યું હતું.આ ફરિયાદના આધારે પોલીસ તપાસમાં ૨૧ વર્ષીય આરોપી શાહરૂખ ઉર્ફે રવી નરેશભાઇ જોગી હોવાનું તપાસમાં ખુલ્યું હતું જે મૂળ ભરૂચના રાજપારડી ગામનો રહેવાસી હતો. જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસના પોલીસકર્મીઆર.પી.રાણા, અરજણભાઇ ગરીયા અને સિધ્ધરાજસિંહ જાડેજા ભરુચ ખાતે શાહરૂખના સરનામે તેના રહેણાંક મકાને પહોંચ્યા હતા. જ્યાં સગીરા અને શાહરુખ બંને મળી આવ્યા હતા. જેથી બંને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે