મણીકાંત રાઠોડ – બીજેપી ઉમેદવાર ચિત્તપુર વિધાનસભા, કર્ણાટક, સામે કલમ ૧૫૩(એ), ૨૯૫ (એ), ૫૦૫,૫૦૬,૧૨૦(બી) આઈપીસી ની કલમ અન્વયે ફરિયાદ નોંધવા મોરબી કોગ્રેસે આવેદન પાઠવ્યુ

મણીકાંત રાઠોડ – બીજેપી ઉમેદવાર ચિત્તપુર વિધાનસભા, કર્ણાટક, સામે કલમ ૧૫૩(એ), ૨૯૫ (એ), ૫૦૫,૫૦૬,૧૨૦(બી) આઈપીસી ની કલમ અન્વયે ફરિયાદ નોંધવા મોરબી કોગ્રેસે આવેદન પાઠવ્યુ

હાલમાં કર્ણાટક રાજ્યમાં વિધાનસભાનીચુંટણીની પક્રિયાઓ ચાલી રહેલ છે તે પક્રિયામાં અને ચૂંટણી પ્રચાર દરમ્યાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષના પ્રમુખશ્રી મલ્લિકાર્જુન ખડગે રહીને કોંગ્રેસપક્ષ તરફે જુવાળ ઉભો કરેલ છે આવા સંજોગોમાં કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડે જાહેરસભામાં અને જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને મારી નાંખવાની ધમકીઓ ઉચ્ચારેલી છે. તેઓ આ નિવેદનમાં પોતાની જાતને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કર્ણાટક રાજ્યના બીજેપીના અન્ય આગેવાન બસવરાજ બોમઈના ચહિતા અને બ્લ્યુ આઈ બોય તરીકે ઓળખાણ આપેલ છે

આ ધમકીભર્યા ભાષણોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રી મલ્લિકાર્જુન ખડગે કે જેઓ દલિત પરિવારમાંથી આવે છે. અને હાલમાં તેમની લોકપ્રિયતામાં અને લોકચાહના વધતા આ જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારવામાં આવેલ છે

કર્ણાટક રાજ્ય, જે ભગવાન બસવન્નાની ભૂમિ, જે સહ અસ્તિત્વની પરંપરા ઉપર ગર્વ લેતી ભૂમિ છે ત્યાં નાતજાતના ભેદભાવ ઉભા કરીને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરીને રાજકીય વિરોધીઓને ખૂન ખરાબા કરવાની ધમકીઓ આપીને અને આખા ભારત દેશમાં ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ ઉશ્કેરેલી છે.

આરોપીના આદરણીય શ્રી મલ્લિકાર્જુન ખડગે સામેના સ્ટેટમેન્ટથી ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં, લોકોમાં, અશાંતિ ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ બગડી જશે. આથી આ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધવી જરૂરી છે. અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે.બીજેપીના મણીકાંત રાઠોડની સતત બેજવાબદારીભરી ધમકીઓને કારણે ગુજરાતમાં પણ આ ધાર્મિક લાગણીઓ અને જાતિગત લાગણીઓ દુભાયેલી છે આથી આ બાબતે કર્ણાટક રાજ્યના ચિત્તપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડ સામે આઈપીસી ની કલમ ૧૫૩(એ), ૨૯૫(એ)૫૦૫,૫૦૬,૨૯૪,૧૨૦(બી) આઈપીસી મુજબની ફરિયાદ રજીસ્ટેંડ કરવી અને આરોપીની સામે તુરંત કાર્યવાહી કરવી તેવી અમારી રજૂઆત છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here