
મોરબીમા ધી વુમન પ્રોટેકશન વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલેન્ટના કેશમા પત્નીને માસીક રુ ૫૦૦૦ તથા સગીર પુત્રીને રુ ૨૦૦૦ ભરણ પોષણ પેટે મળીને કુલ રૂા. ૭૦૦૦/-પુરા હુકમની તારીખ થી ચુકવવા જયુડીશીયલ ફસ્ટ કલાસ કોર્ટનો આદેશ.
આ કેસ ની હકીકત એવી છે કે ઘી પ્રોટેકશન વુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ ૨૦૦૫ ની કલમ- ૩,૧૨,૧૮ એ થી એફ ૧૯ તથા ૧૯(એફ) ૬ તથા ૮ ૨૦,૨૧,૨૨,૨૩,૩૧,૩૨, તથા ૩૬ મુજબ ની ફરીયાદ અરજદાર ગીતાબેન વા/ઓ. ડેવીશકુમાર પરમાર રહે. વાઘપરા શેરી નાં-૫ વાળાએ તેમના પતિ ડેવીશ કુમાર રસીકભાઇ પરમાર રહે. વાઘપરા શેરી નાં-૮ મોરબી વાળા સામે નામદાર કોર્ટ માં ફરીયાદમાં જણાવેલ કે અમોના લગ્ન આ કામના સામાવાળા ડેવીશ સાથે મોરબી મુકામે તા૦૯/ ૧૨/૨૦૧૧ ના રોજ થયેલા અને જેથી તેઓ મારા કાયદેસરના પતિ થાય છે, લગ્ન સંસાર થકી પુત્રી પ્રાચી નો જન્મ તારીખઃ-૦૬/૦૮/૨૦૧૬ ના રોજ થયેલો આ કામના સામાવાળા પતિ ડેવીશ,સસરા રસીકભાઇ ઓધવજાભાઇ પરમાર શાસુ, વર્ષાબેનતેમજ અરજદાર ગીતાબેન ને શારિરીક તેમજ માનસીક દુઃખ,ત્રાસ અંગે ડો.વાચો.એંટ ની કલમ- ૨૨ મુજબ રકમ રૂા. ૧૦,૦૦૦/-પુરા અલગ થી ચુકવી આપવા તેવો હુકમ ખુલ્લી અદાલતમાં
તથા નણંદ નિકિતાબેન,બાળકી/પુત્રી નો જન્મ થતા તેમજ કરીયાવર તેમજ કામકાજ બાબતે તેમજ તારા માવતરે થી રૂા. ૬ લાખ લઇ આવજે તેમ કહી ને અરજદાર ગીતાબેન ને માનસીક તેમજ શારિરીક દુઃખ, ત્રાસ આપીને પહેરેલ કપડે તારીખ:-૦૩/ ૧૦/૨૦૧૭ ના રોજ કાઢી મુકેલ ત્યાર થી અરજદાર માતા તથા પુત્રી પ્રાચી નિરાધાર, નિસહાય હાલત માં વાઘપરા શેરી નાં-૫ માં રહીએ છીએ.
આ કામના સામાવાળા ઓ પતિ ડેવીશકુમાર સસરા સાસુ વિગેરે ને સારી આવક છે ઘરના મકાન છે તેથી અમો અરજદાર ગીતાબેન તથા સગીરપુત્રી પ્રાચી ને ભરણ પોષણ તેમજ ફરીયાદમાં માંગેલી બીજી અન્ય દાદ/દાદો અપાવવા નામ.કોર્ટમાં અરજ કરેલી આ કામે કેસ ચાલતા દરમ્યાન અરજદાર ગીતાબેન તથા સગીર પુત્રી પ્રાચી તરફેના વિધ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી.ડી.માનસેતા ની ધારદાર દલીલ નામ.કોર્ટે માન્ય રાખીને આ કામના સામાવાળા ગીતાબેન ના પતિ ડેવીશ કુમાર રસીકભાઇ પરમાર સામે એવો હુકમ ફરમાવેલ છે કે, અરજદાર ઉપર કોઇ પણ જાતના ઘરેલુ હિંસાના કૃત્ય કરવા, કરાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તેમજ અરજદાર ગીતાબેન ને હુકમ ની તારીખ થી માસીક રકમ રૂા. ૫૦૦૦/-પુરા તથા સગીર પુત્રી પ્રચી ને માસીક રકમ રૂા.૨૦૦૦/-પુરા મળીને કુલ રકમ રૂા. ૭,૦૦૦/-પુરા ભરણપોષણ પેટે નિયમિત ચડયે-ચડયા ચુકવી આપવા તેમજ આ ફરીયાદ અરજી ના ખર્ચ પેટે રકમ રૂા. ૧૦,૦૦૦/તારીખ-૧૫/૦૫/૨૦૨૩ના તેમજ અરજદારને શારિરિક માનસિક દુખત્રાસ અંગે ડોમેસ્નાટીક વાયોલેન્ટની કલમ ૨૨ મુજબ ર ૧૦.૦૦૦ પુરા અલગથી ચુકવવા મોરબીના એડીશનલ. સિવિલ જજ અને જયુડીશીયલ મેજી. ફસ્ટ કલાસ શ્રી ચુનોતી મેમ સાહેબે વાંચી સંભળાવી ડે. આ કામમાં અરજદાર ગીતાબેન તથા સગીર પુત્રી વકીલ તરકે વિધ્વાન ધારાશાસ્ત્રી ગુજરાત હાઇકોર્ટ શ્રી પી.ડી.માનસેતા રોકાયેલા હતા