
મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા ચોરખાનુ બનાવી છુપાવેલ ૧૪૮ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એલસીબી ટીમે બે આરોપીને દબોચી લીધા
મોરબી જીલ્લાના વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અશોક લેલન ટ્રકમાં પસાર થતી હતી તેને રોકીનો પોલીસે ચેક કરી હતી ત્યારે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની ૧૪૮ બોટલો મળી આવી હતી જેથી ૨,૪૪,૫૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૧૫,૧૨,૨૨૮ ના મુદામાલ સાથે બે આરોપીને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવેલ છે
જાણવા મળતી માહિતી મુજબ એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમ દારૂના જથ્થાના શોધવા માટે પ્રયત્નસીલ હતી તેવામાં એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડના સુરેભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને સયુકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ગાડી રજી. નં. જીજે ૧૪ ઝેડ ૬૮૦૦ વાળી રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં અંગ્રેજીદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકીને ચેક કરતા દારૂની ૧૪૮ બોટલ મળી હતી જેથી ૨,૪૪,૫૦૦ નો દારૂ તેમજ અન્ય મુદામાલ મળી કુલ ૧૫,૧૨,૨૨૮ ના મુદામાલ સાથે આરોપી ગીરીશભાઇ રાજાભાઇ ખોડીય જાતે રાજગોર બ્રાહ્મણ (૫૭) અને નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીચ જાતે રાજગોર બ્રાહ્મણ (૨૯) રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-૪ બ્લોક નં-એફ વાળાની એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં આ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવીને બંને આરોપી તથા મુદ્દા માલ વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કર્યા હતા