
મોરબીજીલ્લાના હળવદ શહેરમા ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા રાહતદરે ૩૦.૦૦૦ નું ચોપડા વિતરણ કરાયું
જૂન મહિનાની શરૂઆતમાં શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થતી હોય છે ત્યારે અસહ્ય મોંઘવારીના કારણે વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક વસ્તુઓ લેવા માટે ખૂબ જ ચિંતિત હોય છે તેવા સમયમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોની માંગને આધારે કુલ બે વખતમાં 30,000 નંગ જેટલા ચોપડા નું રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદની જનતાએ ભારે પ્રતિસાદ આપ્યો હતો આવતા વર્ષે 50000 ફુલ સ્કેપ ચોપડા છપાવવાના લક્ષ્ય સાથે ફરી આવું આયોજન કરવાનું ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ચોપડા વિતરણ સમયે ગ્રુપના તમામ સભ્યો તેમ જ આસપાસના લોકોનો ખૂબ સારો સહકાર રહ્યો હતો તે બદલ ગ્રુપ દ્વારા આ તમામ વ્યક્તિઓનો આભાર માનવામાં આવ્યો હતો