
બિપરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા જેમાં આજે ૧ સગર્ભા બહેનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા ખાતે 16.6.23 ના રોજ બપોરે 02:05 વાગ્યે સગર્ભા બહેનની વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. હિનલ દોશી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 3.6 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.