
મોરબી એડિશનલ ચિફ કોર્ટે ચેક રીટર્ન કેશમા હાજર ન રહેનાર આરોપીને એક વર્ષની સજા અઢીલાખની બમણી રકમ પાંચ લાખ ચુકવવાનો આદેશ
મોરબીમાં ચેક રીટર્ન કેસમાં કોર્ટમાં હાજર ના રહેતા આરોપી નીતિન ડાયાભાઇ કાવરને મોરબીની એડીશનલ ચીફ કોર્ટે એક વર્ષની સજા અને ૫ લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે
કેશની હકીકત જોઈએ તો ફરિયાદી અને આરોપી વચ્ચે મિત્રતા હોય જે સંબંધના દાવે એકાદ વર્ષ પહેલા જરૂરિયાત માટે રૂ ૨.૫૦ લાખ હાથ ઉછીના વગર વ્યાજે લીધા હતા અને એક માસમાં પરત આપી દેવાની શરત હતી જે રકમ આપ્યા બાદ ફરિયાદીએ આરોપી પાસે પરત માંગ્યા હતા પરંતુ આરોપીએ ફરિયાદીને રકમ પરત કરી નહી અને વારંવાર રકમ માંગતા લાંબો સમય પસાર કરી દીધો હતો અને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપીએ ફરિયાદીને રૂ ૨.૫૦ લાખનો ચેક સહી કરી આપ્યો હતો જે ચેક
એચડીએફસી બેંક મોરબી બ્રાન્ચમાં વટાવવા જતા તા. ૦૫-૧૨-૨૦૨૦ ના રોજ ફંડ ઇનસફીસીયન્ટ શેરા સાથે પરત ફર્યો હતો જેથી ફરિયાદી દ્વારા વકીલ રમેશભાઈ સી ચાવડા અને વકીલ જે ડી સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસ મોરબીના મહે. ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિરુદ્ધ સમન્સ ઇસ્યુ કરેલ છતાં આરોપી કોર્ટમાં હાજર ના રહેતા ધરપકડ વોરંટ ઈશ્યુ કરતા આરોપી કોર્ટમાં હાજર રહેલ બાદમાં ફરી ગેરહાજર રહેતા કોર્ટ દ્વારા ફરીથી વોરંટ ઈશ્યુ કરેલ છતાં આરોપી હાજર રહ્યા ના હતા જેથી કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ રૂ અઢી લાખની ડબલ રકમ રૂ ૫ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે જે દંડમાંથી ફરિયાદીને ચેકની રકમ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચૂકવી આપવા અને દંડ ભરવામાં કસુર થયે આરોપીએ વધુ ૯૦ દિવસથી સાદીકેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે જે કેસમાં ફરિયાદી પક્ષે વકીલ રમેશભાઈ ચાવડા અને જીતેન્દ્રભાઈ ડી સોલંકી રોકાયેલ હતા