
મોરબી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારમા બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકશાનનુ સર્વે કરી તાત્કાલિક વળતર ચુકવવા સમસ્ત મિંયાણા (મુસ્લીમ) સમાજ મહાસંગઠ ટ્રસ્ટ ગુજરાતે કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી
સૌરાષ્ટ્ર કચ્છમા બિપોરજોય વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો ત્યારે મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમા ભારે તોફાની પવન સાથે વરસાદ તેમજ નવલખીબંદરના દરિયામા બિપોરજોય વાવાઝોડાનો કરંટ જોવા મળતા નવલખીબંદરની નજીક જુમ્માવાડી વસાહતમા વર્ષોથી માછીમારી કરી ધરનુ ગુજરાન ચલાવતા માછીમારોના સિમેન્ટના મકાનોમા તેમજ ધરવખરી માછીમારના સાધનોને ખુબજ મોટુ નુકશાન થતા માછીમારો નોંધારા બન્યા છે તેમજ માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા હરીપર કાજરડા જુનાનવા હંજીયાસર ચીખલી ખીરઈ સહિતના ગામોમા તેમજ માળીયા મિંયાણા વાંઢ વિસ્તારોમા વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાત્કાલિક સર્વે કરી ગરીબ પરીવાર તેમજ પશુપાલકોને થયેલ નુકશાન અંગેનુ યોગ્ય વળતર ચુકવવા તેમજ બાકી રહેલા ગરીબ પરીવારોને કેશડોલ્સ ચુકવવા સમસ્ત મિંયાણા (મુસ્લીમ) સમાજ મહાસંગઠન ટ્રસ્ટ ગુજરાતના મોરબી શહેર પ્રમુખ હુશેનભાઈ ભચુભાઈ ભટી તેમજ ગુલામભાઈ હબીબભાઈ કટીયા અને જુસબભાઈ કરીમભાઈ સંધવાણીએ કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી મોરબીને લૈખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી