
મોરબી અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્યાતિભવ્ય નિકળેલી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો ઠેર ઠેર હિંન્દુ- મુસ્લીમો દ્રારા રથયાત્રાનુ સ્વાગત કરી એકતાના દર્શન કરાયા
મોરબી પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શહેરના રાજમાર્ગો પર નિકળી મચ્છુ માતાની શોભાયાત્રા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું
મોરબી ભરવાડ અને રબારી સમાજ દ્વારા વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન પર્વ પર મચ્છુ માતાજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના રાજમાર્ગો પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે નિકળી હતી અષાઢી બીજના દિવસે ભરવાડ રબારી સમાજ મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવી મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢે છે જેથી અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો સાથેનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સૌરાષ્ટ્રની બીજી સૌથી મોટી રથયાત્રા હોવાથી મોરબી પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરેથી આજે સવારે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી મચ્છુ નદીના કાંઠે દરબારગઢ પાસે આવેલા મચ્છુ માતાના મંદિરે સંપન્ન થઇ હતી જેમાં આ શોભાયાત્રામાં હૈયે હૈયું દળાઈ તેટલી જનમેદની ઉમટી પડી હતી આ શોભાયાત્રામાં રબારી અને ભરવાડ સમાજના યુવક યુવતીઓ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ હુડો ટીટોડો રાસ ગરબાની રંગત જમાવી ભારે આકર્ષણ જમાવ્યું હતું તેમજ ભરવાડ સમાજના જાણીતા ગાયક કલાકાર ભાવેશ ભરવાડ ગોપાલ ભરવાડ સુરેશ ઝાપડા સહીતના કલાકારોએ ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી શોભાયાત્રામાં જોડાયા હતા જે શોભાયાત્રાનુ શહેરના વિવિધ માર્ગો પર ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું જેમાં મુસ્લિમ સમાજે ફુલહાર કરી સન્માનની સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જે પળે હિન્દુ મુસ્લિમ એકતા ભાઇચારાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ એસપી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા સંગઠનો જુદા જુદા સમાજના લોકોએ શોભાયાત્રાનુ સ્વાગત કર્યું હતું મોરબી ખાતે નિકળેલી શોભાયાત્રામાં મુખ્ય મહેમાન ભરવાડ સમાજના સંતશ્રી ઘનશ્યામપુરી મહારાજ દ્રારકાના મહેશ પુરી બાપુ શોભાયાત્રામાં ખાસ ઉપસ્થિત રહીને જોડાયા હતા જે શોભાયાત્રાની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગોઠવી હતી જેમા એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ એક ડીવાયએસપી બે પીઆઇ આઠ પીએસઆઇ ૧૭૭ જેટલો પોલીસ સ્ટાફ શોભાયાત્રામાં જોડાયને કડક બંદોબસ્ત સાથે શોભાયાત્રા શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી