
મોરબી બી ડિવિઝન પોલીસે સ્વીફટ કારમાથી અને બાવળની જાળીમાથી વિદેશી દારુના જથ્થા સાથે બે આરોપીને દબોચી લીધા એક આરોપી કાર લઈને ફરાર
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના પો.સ્ટે. નો સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. સી.કે.પઢીયાર અ.પો.કો. યોગેશદાન જીતસંગ ગઢવી નાઓની ખાનગી હકીકતના આધારે કુબેરધાર ઉપર આવેલ સુરાપુરા ડાડાના ડેરી પાસેના ભાગે ખુલ્લા પ્લોટમાં મોરબી-૨ ખાતે સ્વિફટ કાર રજી.નંબર GJ-36-AF-4297 કી.રૂ.૫,૦૦,૦૦૦/- વાળી માથી તથા બાવળની કાંટમાં માથી ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ ૭૫૦ એમ.એલ. કંપની શીલપેક બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૬૩,૦૦૦/- સાથે આરોપી (૧) રવિભાઇ મનુભાઇ રાવા જાતે.ભરવાડ ઉવ.રર ધંધો.રી.ડ્રા, રહે.વીસીપરા બાલાહનુમાન મંદિર પાસે મોરબી તથા (૨) ભૌતિકભાઇ રાજુભાઇ ચૈાહાણ જાતે.કોળી ઉવ.૨૨ ધંધો.મજુરી રહે,કુબેરટોકીઝ પાછળ મફતીયાપરા ઢાળ પાસે મોરબી વાળાને ઝડપી લીધા હતા જયારે આરોપી નં (૩) હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા પોતાના હવાલા વાળી બ્લુકલરની સ્વિફટ કાર લઈને નાસી જતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપી પાસેથીભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની બોટલ ૭૫૦ એમ.એલ કંપની શીલપેલ બોટલ નંગ-૧૬૮ B.3.53,000/-આરોપી પાસેથી ઇગ્લીશ દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો
આ કામગીરીમા આરોપીને પકડવા પોલીસ સબ ઈન્સપેકટર જે.એલ.ઝાલાપોલીસ.હેડ.કોન્સટેબલ ભગવાનભાઇ રામજીભાઇ, વિજયભાઇ મુળુભાઇ ચાવડા, સી.કે.પઢીયાર, વાલમા ચાવડા, અ.પોલીસ.કોન્સટેબલ ભરતભાઇ આપાભાઇ, કલ્પેશભાઇ અમરશીભાઇ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, પ્રદિપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તીસિંહ બહાદુરસિંહ જાડેજા, શક્તિસિંહ કિશોરસિંહ જાડેજા, યોગેશદાન જીતસગ ગઢવી, મુકેશભાઇ સોલકી એમ પોલીસસ્ટાફના કર્મચારીઓ કામગીરીમા સાથે મદદમા રોકાયેલ હતા