મોરબી લાતી પ્લોટ આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ વોડકાની ૬૦ બોટલના મુદામાલ સાથે આરોપી સાગર પટેલને એલસીબીએ ઉપાડી લીધો

મોરબી લાતી પ્લોટ આવેલ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ વોડકાની ૬૦ બોટલના મુદામાલ સાથે આરોપી સાગર પટેલને એલસીબીએ ઉપાડી લીધો

અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલસીબી પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણતેમજએન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસ.હેડ.કોન્સટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે,સાગરભાઇ મગનભાઇ પટેલ રહે. મોરબી વાવડી રોડ,મીરાપાર્ક વાળાએ મોરબી લાતી પ્લોટ શેરી નં-૫-૪ ની વચ્ચે ટેલીફોન એક્ષચેન્જની પાછળ ગોડાઉન ભાડેથી રાખી તેમાં પેપરકપ રાખી તેની સાથે ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખી તેનુ છુટક વેચાણ કરેલ છે. જે હકિકત આધારે લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ માં આવેલ ગોડાઉનમાં રેઇડ કરતા ગોડાઉન માંથી ગેક રીતે પરપ્રાંત માંથી મંગાવેલ ભારતીય બનાવટનો નીચે જણાવેલ વિગતેની ઇગ્લીશ દારૂ વોડકાની બોટલો સાથે હકિકત વાળો ઇસમ મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.મુદામાલ સાથે પકડાયેલ આરોપી
સાગરભાઇ મગનભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૧ રહે. મોરબી, વાવડી રોડ, મીરાપાર્ક છેવાડે, તા.જી.મોરબી મુળ
ગામ આમરણ(બેલા) તા.જી.મોરબી આરોપી પાસેથીબ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૧૨ કિ.રૂ.૧૦,૨૦૦/-
સીગ્નેચર રેર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૮ કિ.રૂ.૨૨,૯૬૦૪- સીમરન ઓફ વોડકાની ૭૫૦ એમ,એલ.ની, કાચની કંપની સીલ પેક બોટલો નંગ-૨૦ કિ.રૂ.૧૧,000/- એમ કુલ બોટલ નંગ-૬૦ કિ.રૂ. ૪૪,૧૬૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમા ડી.એમ.ઢોલલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ.ચુડાસમા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના પોલીસ સ્ટાફના કર્મચારીઓ આરોપીને પકડવાની કામગીરીમાં જોડાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here