મોરબી સબ રજીસ્ટાર કચેરીએ આખલો પહોંચ્યો!!! ગૌચર ખરાબાની જમીન કયા ખૂટ્યા ખાઈ ગયા સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફી વાયરલ

મોરબી સબ રજીસ્ટાર કચેરીએ આખલો પહોંચ્યો!!! ગૌચર ખરાબાની જમીન કયા ખૂટ્યા ખાઈ ગયા સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફી વાયરલ

મોરબી જિલ્લા પંથકમાં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓમાં ખાટલે મોટી ખોટ હોય તેવી ઘટનાઓ અખબારના સમાચાર બનતી હોય છે ત્યારે મોરબી ખાતે આવેલ કચેરીની સબ રજીસ્ટર મામલતદાર કચેરી ખાતે આખલો કચેરીના મેન ગેટ પાસે જ ઉભો રહ્યો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે તંત્રની નિષ્ક્રિયતા પ્રકાશમાં આવી છે જેમાં સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી સાથે તંત્રની નિષ્ક્રિયતા સ્વરૂપે લીલાછમ જેવી ગોચરની એની તપાસ માટે આ ખૂંટ્યો આવ્યો છે ભાઈ અમારા ખુટીયા તો બિચારા જાણતા નથી નામ દઈને બીજા ખૂટ્યા ખાઈ જાય છે આવા શબ્દો સાથે ફોટોગ્રાફી અને મેસેજ વાયરલ થતાં જિલ્લા કક્ષાના અધિકારીઓએ સોશિયલ મીડિયાના મધ્યમથી એલર્ટ થવું જોઈએ અને ભ્રષ્ટાચારીઓ અને ગોચર ની જમીન ખરાબ ની જમીનો હડપ કરનાર સામે લેન ગ્રેબિંગ ના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી પ્રતિષ્ઠ જિલ્લા કક્ષાના અધિકારીઓની પ્રતિષ્ઠા ને તકવાદીઓ ઠેસના પહોંચાડે તેવી કાળજીપૂર્વક કામગીરી કરી ખરા અર્થે પ્રજા ચિંતક અધિકારી તરીકેની ઓળખ આપવી જોઈએ હાલ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઘટના મા સરકારી કચેરીમાં પશુ કુતરા ઢોર ઘુસી જવા જેવી ઘટના સામાન્ય બની છે કારણ કે સમગ્ર મોરબીના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરનો આંતક સતત વાહનચાલકો મહેસુસ કરી રહ્યા છે છતાં તંત્ર દ્વારા સમસ્યા મુક્ત પ્રજા ચિંતક કામગીરી જિલ્લા કક્ષાની મોરબી જિલ્લા પંથકમાં જોવા મળતી નથી છતાં મહાનગરપાલિકા કરવા માટે નેતાઓની પીપૂડી ગુંજિયા વગર રહેતી નથી રોડ રસ્તા પરના ખાડા માં વરસાદ અને ગટરના પાણી ભર્યા રહેતા હોય જેથી મોરબી પંથકની પ્રજા ના આરોગ્યને ગંભીર ભય રહ્યો છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી જે સબ રજીસ્ટર કચેરી મોરબી ની સરકારી કચેરીમાં આખલો તંત્રની નિષ્ક્રિયતા ની છૂબી સ્વરૂપે મોરબીમાં ટોપ ઓફ ટાઉન બન્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here