
ઓહ..કોબ્રા સાપે ભારે કરી લીફ્ટમાં બેસી ત્રીજા માળે ચડ્યો ઝેરી ગણાતા સાપને જોઈ એપાર્ટમેન્ટના લોકોમાં કુતુહલ સાથે ફફડાટ જુઓ વીડીયો
મોરબી લાઈન્સનગરમાં ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં કોબ્રા સાપ લીફ્ટમાં બેસી ત્રીજા માળે ચડી જતા જોયા જેવી થઈ અફરાતફરીનો માહોલ
મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રનો સંપર્ક કરતા ઝેરી કોબ્રા સાપને પકડીને દુર સુરક્ષિત જગ્યાએ છોડી મુકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોરબી લાઈન્સનગર ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટની લીફ્ટમાં કોબ્રા સાપ ઘુસી જતા જોયા જેવી થઈ હતી અત્યંત ઝેરી ગણાતા અને ખુંખાર સાપને જાણે એપાર્ટમેન્ટના ત્રીજા માળે જવુ હોય તેમ લીફટમાં બેસીને સફર કરી કોબ્રા સાપ ત્રીજા માળે પહોંચી જતા ભારે કુતૂહલ સાથે અફરાતફરી સાથે ફફડાટ ફેલાયો હતો જાણવા મળતી વિગત મુજબ મોરબી લાઈન્સનગર વિસ્તારમાં આવેલ ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટમાં સાંજના સમયે વરસાદી માહોલ વચ્ચે કોબ્રા સાપની અણધારી એન્ટ્રી કરી લીફટમાં ઘુસી ગયો હતો અને જોત-જોતામાં સાપ લીફ્ટમાં સફર કરી ત્રીજા માળે ચડી ગયો હતો અને લીફ્ટમાં જતા લોકોએ ફુંફાડા મારતા કોબ્રા સાપને જોઈ જતા લીફટને ખુલ્લી મુકીને નાસભાગ મચી જવા પામી હતી જોકે કોઈને કરડયા પહેલા જ સમયસર સાપને જોઈ જતા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ આ બાબતની જાણ પાડોશમાં રહેતા રાકેશભાઈ અને એડવોકેટ જે.પી.રાઠોડને કરાતા તેઓએ તાત્કાલિક મોરબીના જાણીતા પત્રકાર અને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ રજાક બુખારીનો સંપર્ક કરી બનાવની જાણ કરાતા તેઓએ ત્વરિત આ અંગે કર્તવ્ય જીવદયા સેવા કેન્દ્રના વિશુભાઈ પટેલને જાણ કરતા કર્તવ્ય કેન્દ્ર ટ્રસ્ટના સામાજિક જીવદયા કાર્યકર શિવમભાઈ તાત્કાલીક બનાવ સ્થળે પહોચ્યા હતા જેમને લીફ્ટમાં ઘુસી ગયેલા કોબ્રા સાપને પકડવા જહેમત ઉઠાવી મહામહેનતે પાણીની બોટલમા બંધ કરી સલામત સ્થળે છોડી મુકતા ગ્રીન પેલેસ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ કર્તવ્ય જીવદયા કેન્દ્રનો આભાર માન્યો હતો આમ અત્યંત ગંભીર ગણાતા અને કુતૂહલ પમાડતા બનાવમાં સદનસીબે કોઈને કરડયા પહેલા જ સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો