
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન NDPS મેકડ્રોન પાવડરના ગુન્હામા આરોપી રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલનો શરતી જામીન પર છોડવા સેશન્સ કોર્ટનો હુકમ
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનાની ફરીયાદ એવી કે આ કામના આરોપી નં. ૧ નાએ પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ મેફેડ્રોન પાઉડર ૧૦,૨૦ ગ્રામ કીમત રુપીયા ૧,૦૨,૦૦૦/– એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં રાખી મળી આવેલ તથા આરોપીની અંગ ઝળતી દરમ્યાન મોબાઈલ તથા રોકડ રુપીયા સાથે મળી આવતા અને આ આરોપીની પુછપ૨છમાં તેણે આ જથ્થો રવીન્દ્ર ઉર્ફે આશીષભાઈ જીતેન્દ્રભાઈ રાવલ પાસેથી મેળવેલ ની હકીકત જણાવેલ હોય ટંકારા પોલીસે હાલના આરોપીની અટક કરી મોરબી સ્પે.કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય. આ આરોપીએ મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા અરજી દાખલ કરેલ.
આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલો કરી હતી અને આરોપી તરફે વકીલે ધારદાર દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદા ૨જુ ક૨તા તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ આર અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને શરતીજામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ ૫૨મા૨, ૨વી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.