મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડ રકમ રુ ૪૦.૫૬૦ ના મુદામાલ સાથે તાલુકા પોલીસે દબોચી લીધા

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડ રકમ રુ ૪૦.૫૬૦ ના મુદામાલ સાથે તાલુકા પોલીસે દબોચી લીધા

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જાલ્લા નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા પ્રોહી જુગાર અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય આ ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોયજે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર પી.એ દેકાવાડીયા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર નાઓએ સર્વેલના સ્ટાફના પોલીસ કોન્સટેબલ કેતનભાઈ અજાણા તથા પૃથવીરાજસિંહ જાડેજા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બરવાળા ગામે આરોપી કરશનભાઈ પાલાભાઇ પરમારનાં કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડ રૂ.૪૦,૫૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી

ગુન્હાના આરોપીઓકરશનભાઇ પાલાભાઇ પરમાર અનુ.જાતિ ઉ.વ ૬૫ રહે બરવાળા તા.જી.મોરબી શામજીભાઇ કરશનભાઇ પરમાર અનુ.જાતિ ઉ.વ.૪૨ રહે.બરવાળા તા.જી.મોરબીગોપાલભાઇ ઘેલાભાઇ દેલવાણીયા દેવીપુજક ઉ.વ.૩૫ રહે-બરવાળા તા.જી.મોરબીકોજીભાઇ જીણાભાઇ દેલવાણીયા દેવીપુજક ઉવ.૩૭ રહે બરવાળા તા જ મોરબી પરમભાઇ જયરામભાઇ દેલવાણીયા દેવીપુજક ઉ.વ.૪૦ રહે બરવાળા તા.જી.મોરબીદુર્ગેશભાઇ શિવાભાઇ દેલવાણીયા દેવીપુજક ઉં.વ.૩૭ રહે બરવાળા તા.જી.મોરબી સંતોષભાઇ ગગજીભાઇ દેલવાણીયા દેવીપુજક ઉ.વ.૩૫ રહે બરવાળા તા.જી.મોરબી કુલ સાત જુગારીઓને રૂ ૪૦.૫૬૦ની રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા હતા

આ કામગીરી પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેકટર પી.એ દેકાવાડીયા તથા પીએસઆઈ વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ, જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્ટેબલ અજીતસિંહ પરમાર તથા દિનેશભાઈ બાવળીયા તથા પોલીસ કોન્સટેબલ ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભાઈ તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા દેવશીભાઇ મોરી તથા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી મોરબી વિભાગના પોલીસ હેડ કોન્સટેબલ ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના કામગીરીમા જોડાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here