
મોરબી શહેરમા સ્કાયમોલ પાસે ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા આવારાતત્વો ચાર સામે મોડીરાત્રે ગુન્હો નોંધાયો પોલીસ કે ધારાસભ્યશ્રી કડક કાર્યવાહી કરશે? તેવી લોકચર્ચા
મોરબી માળિયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતીયા વારંવાર વિડિયો જાહેર કરી લુખાતત્વોને કાયદાનુ ભાન કરવવાની વાતો કરે છે ત્યારે સ્કાયમોલ પાસે બનેલા બનાવમા ચાર આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ થતા આ બનાવમા લુખાતત્વને કાયદાનુ ભાન કરાવશે તેવી ચર્ચા
મોરબીશહેરમાં જાણે કે પોલીસતંત્રનુ બીલકુલ અસ્તિત્વ જ ના હોય અને લુખ્ખાગીરી કરતા આવારાતત્વોને ખાખીનો બીલકુલ ડર નો હોય તેવી રીતે લુખાતત્વના આંતક અને લુખ્ખાગીરીના બનાવોનો દિવસે દિવસે સતત વધારો થતો જાય છે જેથી મોરબીના શહેરીજનોની સલામતી જોખમમા હોય ત્યારે આ મોરબી શહેર છે કે પછી યુપી બિહાર એ શહેરીજનોને સમજાતુ નથી? ત્યારે મોરબી પોલીસ મૌન સેવીને આવા બનાવો ને જોયા રાખે છે તેમજ આવા આવારા અને લૂખાતત્વોને કાબુમાં રાખવા પોલીસ સિંધમ બની કાયદાનુભાન કરાવશે ખરા? તેવો લોકપશ્ર્ન ઉઠયો છે
મોરબી શહેરમાં ભરચક વિસ્તારમા આવેલા સ્કાયમોલ પાસે જાહેરમાં નીકુ ટેલીકોમની દુકાન ધરાવતા એક નિર્દોષ પાટીદાર સમાજના વેપારી નરેન્દ્રભાઈ પ્રભુલાલ અધારા જાતે પટેલને સંજય રબારી દિલિપ રબારી સહિતના લૂખાતત્વો ખુલ્લેઆમ માર મારી રહયા હોવાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ બનાવમા લુખ્ખાગીરી કરતા કહેવાતા ગુંડાતત્વો ભાજપ તેમજ સામાજીક કાર્રકરનુ બેનર ધરાવતા આગેવાન સાથે સંકળાયેલા હોવાનુ લોકચર્ચાએ જોર પકડયુ હતુ થોડા દિવસો પહેલા મોરબીના રવાપરરોડ પર ફુટવેરની દુકાને મારામારીનો બનાવ બનતા ધારાસભ્યે વીડીયોના માધ્યમથી લધુમતિ સમાજના આગેવાનોને લુખ્ખાતત્વોને કાબુમા રાખવા સુચનો આપ્યા હતા ત્યારે સ્કાયમોલ પાસે બનેલા લુખ્ખાગીરીના બનાવમા શહેરીજનોમા ચર્ચા ફેલાઈ હતી કે શુ? મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વારંવાર લુખ્ખાતત્વોની લુખ્ખાગીરી નહી ચાલે આવારાતત્વોને કાયદાનુ ભાન કરાવશુ તેવો આહવાન કરતા વિડિયો વાયરલ કરો છો ત્યારે સ્કાયમોલ પાસે બનેલા ખુલ્લેઆમ મારામારીના બનાવવામાં પાટીદાર સમાજના યુવાનને માર મારતાં આવારા લુખાતત્વની સામે મોડીરાત્રે એ ડિવિઝન પોલીસ મથકે પાટીદાર સમાજના લોકો એકત્ર થયા હતા અને સમાધાનની રકઝક બાદ મોડીરાત્રે પોલીસ ફરીયાદ દાખલ થઈ હતી આ પોલીસ ફરીયાદ બાદ શુ પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવશે? કે પછી આવુ તો ચાલ્યા રાખે તેવુ સમજીને કાગળો પર દેખાવ પુરતી કાર્યવાહી કરશે? તેવી લોકચર્ચાએ જોર પકડયુ હતુ