
મોરબીમા અનુસુચિતજાતી જીલ્લા કોગ્રેસ સમિતિ દ્રારા ગુજરાત રાજયમાં દલીતો ઉપર થતા અત્યાચારો તથા તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના સમઢીયાળા ગામે બનેલ બે સગા ભાઈઓની હત્યા બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ
ગુજરાત રાજયમાં છાશવારે અનેક જીલ્લાઓમાં દલીતો ઉપર એનકેન પ્રકારે તેમની મિલ્કતો હડપ કરવા તેમજ દલીતો પ્રત્યે અભડછેટ રાખવા બાબતે, મુછો રાખવા બાબતે, થોડીઓ ઉપર વઘોડો કાઢવા બાબતે એનકેન પ્રકારે અત્યાચારો થતા રહેલા જેમાં જવાબદાર અધિકારીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય છે. આમ આવી સ્થિતી દેખાડે છે કે સમગ્ર ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખુબ જ ગંભીર છે દલીતો પત્યે આ રીતનું જે વર્તન થાય છે તે બંધારણથી વિરૂધ્ધ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે તા.૧૨ જુલાઇ ૨૦૨૩ ના રોજ દલીત ખેડા અલજીભાઇ પરમાર તથા મનજીભાઇ પરમાર તથા તેમના પરિવાર ઉપર પંદર થી વીસ સુવર્ણ સમાજનો ઇસમો દ્વારા હત્યા કરવામાં આવેલ તેમના પરિવારને ઇજા પહોંચાડવામાં આવેલ હાલ તેમના પરિવારમાંથી અમુક સભ્ય હોસ્પીટલાઇઝ છે. મરનાર વ્યક્તિઓ તથા ઇજા પામનારાઓ દલીત સમાજમાંથી આવે છે. તેમની વડીલોની ખેતીની જમીન સંબંધમાં કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં તેમનો વિજય થતા સામાવાળા દ્વારા આ સહન નહી થતા તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ જેમાં બે સગાભાઇઓની હત્યા થયેલ હતી તેમજ પરિવારના સભ્યોને ગંભીર પ્રકારની ઇજા થયેલ હતી. ભોગ બનનાર પરિવારએ સ્થાનીક પોલીસતંત્રને હુમલો થતા પહેલા લેખીતમાં જાણ કરેલ હતી કે આરોપીઓ કોઇપણ સમયે તેમની સામે જીવલેણ હુમલો ક૨શે તેમની હત્યા પણ કરી નાખશે તેવી જાણકારી આપેલ હતી આમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર દ્રારા કોઈપણ પ્રકારની ગંભીરતા રાખવામાં આવેલ ન હતી. તેમને કોઇ પોલીસ રક્ષણ પણ આપવામાં આવેલ ન હતું જો તેમને પોલીસ તંત્ર દ્નારા યોગ્ય રીતે કાર્યવાહી કરેલ હોત તો આ ઘટના બની શકેલ ન હોત આમ સ્પષ્ટ થાય છે કે દલીતો ઉપર સમગ્ર ગુજરાત રાજયમાં ખુબજ વ્યાપક પ્રમાણમાં કોઇપણ રોકટોક વગર અત્યાચારો થતા રહે છે અને સરકાર આ બાબતે કોઇપણ ગંભીરતા દાખવતી નથી. જેથી સમગ્ર મો૨બી જીલ્લા દલીત સમાજ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ સમીતી અનુસુચિત જાતી વિભાગની માંગણી છે કે આ કામે જવાબદાર અધિકારીઓને ગુન્હાના કામે આરોપી બનાવવામાં આવે તેમજ તેમને હોદા ઉપરથી ડીશમીશ કરવામાં આવે તેમજ અન્ય કોઇ જે કોઇ અધિકારી કે ઇસમો સંડોવાયેલા હોય તેમની સામે તાત્કાલીક ધોરણે કાનુની કાર્યવાહી કરવામાં આવે તેમજ છાશવારે બનતા દલીત સમાજ પર થતા અત્યાચારો અટકે તે બાબતે ઘટતી કાર્યવાહી કરવા માંગણી છે.