
મોરબી જીલ્વાલાનાકાનેર તાલુકામાથી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે સગીરાનુ અપહરણ કરનાર એમ.પી.ના આરોપીને પોલીસે ઝડપી લીધો
વાંકાનેર તાલુકામાંથી લગ્નની લાલચ આપી પરપ્રાંતિય યુવક સગીરાનું અપહરણ કરી ગયો હતો.આ અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ હતી. જેના આધારે વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસની ટીમે સઘન તપાસ આદરી બંનેને મધ્યપ્રદેશથી શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
તા.૨૨/૦૬/૨૦૨૩ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી કે, ફરીયાદીની સગીરવયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ ૫ માસને મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુરનો રહેવાસી આરોપી ગોલુ ખુમસીગ બઘેલ બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી-ફોસલાવી ફરીયાદીના કાયદેસરના સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો.
જેના આધારે તાલુકા પોલીસે આઈપીસીકલમ-૩૬૩,૩૬૬,૩૭૬(૨)જે,એન, તથા પોકસો એકટ કલમ-પ(એલ), ૬ મુજબ ગુનો નોંધી વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી તથા ભોગ બનનાર સગીરાની શોધખોળ હાથ ધરી હતી. જેમા ટેકનિકલ ટીમ તથા હ્યુમન ઈન્ટેલિજન્સ ની મદદથી તપાસ કરતા આરોપી ગોલુ તથા સગીરા મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મળી આવ્યા હતા. જેથી પોલીસે ઘટનાસ્થળેથી બંનેને ઝડપી વાકાનેર ખાતે લાવ્યા હતા. જ્યાં સગીરાને આરોપીની કેદમાંથી છોડાવીને તેના માતા-પિતાને હસ્તગત કરી હતી. જ્યારે આરોપી ગોલુ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.ગોલ ચલાવી રહ્યા છે આ કામગીરીમાં વાંકાનેર સર્કલ પોલીસના પી આઈ વી.પી.ગોલ મયુરસિંહ, રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસના જસપાલસિંહ ઝાલા અને જયદિપસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.