
મોરબીના માળીયા ફાટક પાસે રૂપીયા ૭,૪૮,૦૦૦/- ના માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે તેમજ અન્ય મુદ્દામાલ સહિત રૂપીયા ૭,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને સ્પેશીયલ ઓપરેશન ગૃપે દબોચી લીધા એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા જુઓ વીડીયો
મોરબીના જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીનાઓએ ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પો હેડ કોન્સટેબલ મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ અનિરૂધ્ધ પરમાર નાઓને બાતમી મળેલ કે, (૧) કૈલાશ ગોરખારામ નાઇ તથા (૨) રમેશ મોહનરામ સિયાગ રહે. બન્ને બાડમેર રાજસ્થાન વાળાઓ નાર્કોટીક્સ માદક પદાર્થ રાજસ્થાનથી લઇને આવેલ છે અને હાલે માળીયા ફાટકથી આગળ મોરબી-માળીયા ને.હા રોડના સર્વીસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસે રોડ ઉપર ઉભેલ છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમો નીચે જણાવેલ મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી સદરહુ ઇસમોને ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો જેમા આરોપીઓ
કૈલાશ ગોરખારામ નાઇ જાતે વાળંદ ઉવ.૨૩ ધંધો ટ્રાન્સપોર્ટ રહે. પનલ કી બેરી તા.ધોરીમના જી.બાડમેર રાજસ્થાન રમેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાંટ ઉવ.૨૨ ધંધો વેપાર રહે. હાલ રામજી કી ગોલ મુળ રહે સગરાણીઓ કી બેરી તા.ગુડામાલાની જી,બાડમેરને ઝડપી લીધા હતા જ્યારે અન્ય આરોપીનુ નામ ખુલતા રાજસ્થાનદિનેશ બિશ્નોઇ રહે.કારોલા રોડ, સાંચોર રાજસ્થાનને ઝડપી લેવા તપાસ હાથ ધરી આરોપીઓ વિરુધ્ધ ર્કોટીક્સ માદક પદાર્થ હેરોઇન જથ્થો ૧૪૯.૬૦ ગ્રામ કિ.રૂ. ૭,૪૮,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/- રોકડા રૂપીયા ૪૬૦૦/- મળી કુલ રૂ. ૭,૬૩,૧૦૦/-ના મુલામાલ સાથે બે આરોપીને ઝડપી લીધો હતો એકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા
આ કામગીરીમા એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી પોલીસ.સબ ઇન્સપેકટર. એમ.એસ.અસારી તથા કે.આર કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ ચાણકીયા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચોચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા.