
મોરબી જીલ્લાનાવાંકાનેર તાલુકા વિસ્તારમાં લાયસન્સ વગરની (અન-અધિકૃત) પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબી નાઓના માર્ગદર્શન ફેઠળ એસ.ઓ.જી, ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ કોન્સટેબલ ક્મલેશભાઇ ખાંભલીયા નાઓને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા વિસ્તારમાં અનઅધિકૃત રીતે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવી રહ્યા છે જે અંગે પેટ્રોલીંગ હોય તે દરમ્યાન પંચાસીયા થી અદેપર જતા રોડ ઉપર આવેલ પવનસુત પેપરમીલ કારખાનાના ગેઇટ ઉપર તપાસ કરતા ગેઇટ રૂમ પાસે પ્રાઇવેટ સિકયુરીટીનો એક ગાર્ડ સિકયુરીટીના બેઇઝ કે ડ્રેસ પહેરેલ વગર હાજર મળી આવેલ જેથી તેની પુછપરછ કરતા પોતે આ પેપરમિલનો સિક્યુરીટી ગાર્ડ હોવાનુ જણાવેલ અને તેને રામસિંહ સાઓ કુલસિંહ રાજપુત રહે. કેરીશ સ્પીનીંગમીલ તા.વાંકાનેર જી.મોરબી મુળ યુ.પી.વાળાએ સદરહુ જગ્યાએ પ્રાઇવેટ સીક્યુરીટી ગાર્ડ તરીકે રાખેલ હોવાનુ જણાવતા રામસિંહ સાઓ ફુલસિંહ રાજપુતને બોલાવી પુછપરછ કરતા પોતાની પાસે પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવવા અંગેનુ લાયસન્સ નહી હોવાનું જણાવેલ જેથી રામસિંહ સાઓ ફુલસિંહ રાજપુત પવનસુત પેપરમીલ કારખાનામાં અનઅધિકૃત રીતે પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડતા તેઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવી હતી
આ ગુન્હાના આરોપી રામસિંહ સનઓફ ફુલસિંહ રાજપુત ઉ.વ.૩૫ ધંધો પ્રાઇવેટ સિક્યુરીટી કોન્ટ્રાક્ટર તથા મજુરી રહે.હાલ ફેરીશ સ્પીનીંગોલ અદેપર રોડ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ તથા પોસ્ટ જેસારીકલા ગ્રામ પંચાયત ડકોર થાના ડકોર તા,ઉરઇ જી.જાલોન (ઉતરપ્રદેશ)ને એસ.ઓ.જી.ટીમે ઝડપી લીધો હતો
આ કામગીરીમિ એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા પોલીસ.સબ.ઇન્સ એમ.એસ.અસારી તથા શ્રી પોલીસ.સબ ઇન્સપેકટર કે.આર.કેસરીયા તથા એ.એસ.આઇ રસીકકુમાર કડીવાર તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પો.હેડ કોન્સટેબલ. મુકેશભાઇ જોગરાજીયા તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મિયાત્રા તથા માણસુરભાઇ ડાંગર તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અશ્વિનભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા