
મોરબી જીલ્લાના વાકાનેરના ચંદ્રપુર ગામ નજીક દેશી તમંચા સાથે રાજસ્થાનીને સ્પેશીયલ ઓપરેશન ટીમે દબોચી લીધો
મોરબી જીલ્લાના વાંકાનેર નેશનલ હાઇવે નજીક ચંદ્રપુર ગામના નાલા પાસેથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ પી આઈ એમ પી પંડ્યાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના જુવાનસિંહ રાણા અને ભાવેશભાઇ મિયાત્રાને બાતમી મળી હતી કે એક ઇસમ શરીરે ચેક્સવાળો શર્ટ તથા આછા બ્લુ કલરનુ જેન્સનુ પેન્ટ પહેરેલ છે અને તે વાંકાનેર નેશનલ હાઇવે સ્ટારપ્લાજા, ચંદ્રપુરના નાલા પાસે ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે.જે બાતમીને આધારે પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરતા આરોપી કાલુસિંહ ઉર્ફે બલુ પ્રભુસિંહ રાવત રહે-રાજસ્થાન વાળો મળી આવ્યો હોય અને તેની પાસેથી દેશી હાથ બનાવટનો ગેરકાયદેસર તમંચો મળી આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં એસ.ઓ.જી. પોલીસના પી આઈ એમ.પી.પંડ્યા,પી એસ આઈ એમ.એસ અંસારી, પી એસ આઈ કે.આર કેસરીયા, રસીકભાઇ કડીવાર, ફારૂકભાઇ પટેલ,કિશોરદાન ગઢવી, શેખાભાઇ મોરી, જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ યાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા અને અંકુરભાઇ ચાંચું સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.