
મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય ની અણઆવડત થી લાતી પ્લોટ શેરી નંબર નંબર ૭ માં ચોવીસ કલાક ગટરના વહેતા પાણી જીલ્લા કોગ્રેસ શાંભળો વીડીયો
મોરબી શહેર એ ઉઘોગીત શહેર છે લાતી પ્લોટ વિસ્તાર. ઘડિયાળ ઉદ્યોગ નાના મોટા અન્ય ઉદ્યોગથી ધમધમતો વિસ્તાર છે જ્યાં હજારો લોકોને રોજેરોટી આપવાનું કામ કરે છે પરંતુ આ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર સાતમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે અવાર નવાર વેપાર કરતા લોકો નગરપાલિકા અને ધારાસભ્યને વારંવાર રૂબરૂ મળી ને ફરિયાદ કરી ચૂક્યા છે છતાં આ નગરપાલિકા આ વિસ્તાર માં કોઈ કામગીરી કરવામાં આગળ નથી આવતી શા માટે?
અગાઉ જ્યારે પાલિકા માં જે તે સમયે વેપાર ના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવો નો આવતો હતો ત્યારે સો થી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તાર ના વેપારી ભરતા હતા જેને કારણે નગર પાલિકા ની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી પરંતુ આજ એજ લાતી પ્લોટ ના વેપારી અવાર નવાર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે તેને થી તેઓ પરેશાન છે વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે તેઓ અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન નથી પાણી બહાર નીકળી ત્યાં તળાવ ભરાઈ તેવી સ્થિતિ છે તેના નિકાલ ની રજૂઆત કરે છે તેમ છતાં આ મોરબી શહેર ની એ ગ્રેડ ની કહેવાતી અને મોરબી માળિયા ના ઘાંરાસભ્યના સંપૂર્ણ માર્ગદર્શન માં ચાલતી નગરપાલિકા અને મોરબીના ધારાસભ્યના કહ્યાગરા અઘિકારી ઓ શા માટે લાતી પ્લોટ વિસ્તારના શેરી નંબર સાત નો ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નને કોઈ કામગીરી કરતા નથી શું લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને પરેશાન કરી લાતી પ્લોટ માં વેપાર ધંધો બંધ કરાવવા માંગો છે કે કોઈ અન્ય કારણ એ ભાજપ ના નેતા ઓ વેપારીઓને જણાવે જો આ લાતી પ્લોટ વિસ્તાર માં ઉભરાતા ગટર ના પાણી નો તાત્કાલિક નિકાલ નહી કરવા માં આવે તો લાતી પ્લોટ ના રહેવાસી અને વેપારી સો તેમજ કારખાના માં કામ કરતા લોકો ને સાથે રાખી કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકા ને ગમે ત્યારે તાળાબંધી કરશે જેની ગંભીર નોંધ લેવા મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ .ઉપપ્રમુખ રમેશ રબારી તાલુકા કોગ્રેસનાપ્રમુખકે.ડી.પડસુબિયાએલ.એમકંજારિયા .કે.ડી.બાવરવા મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે