મોરબી જીલ્લાના વાંકાનેરમા વાડીની ઓરડીમાં જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા પાંચેને પોલીસની ગંધ આવી જતા મુઢીઓ વાળી ભાગી છુટયા

મોરબી જીલ્લાના વાંકાનેરમા વાડીની ઓરડીમાં જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા પાંચેને પોલીસની ગંધ આવી જતા મુઢીઓ વાળી ભાગી છુટયા

મોરબી જીલ્લાના વાંકાનેરમા વાડીની ઓરડીમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા પાંચ જુગારીઓ પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા

મોરબી જીલ્લાના વાંકાનેર એલ.સી.બી. સ્ટાફને મળેલ બાતમીના આધારે રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે.જાલીગામ તા.વાંકાનેર વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાલી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હસનપર ગામની સીમમાં જાલી ગામે જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા કુલ 8 ઇસમો જુગાર રમતા હોય જે પૈકી પાંચ ઇસમો નાસીભાગી ગયેલ હોય તેમજ ત્રણ ઇસમો સ્થળ ઉપર પકડાઇ જતા જેઓની પાસેથી ગજીપતાના પાના તથા રોકડ 4.45.લાખના મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

જુગાર ધામમમાંથી પોલીસે રફાળેશ્વરના બાબુભાઇ માધાભાઇ ભરવાડ વિજાપુરના ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ નવા વઘાસિયાનાં પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહને દબોચી લેવામાં આવ્યા હતા જ્યારે જયતી રાધવભાઇ ચૌહાણ, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર, મોમભાઇ નાથાભાઇ ડાભી ભરવાડ, નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર રાજપુત, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા કોળી પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમા ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલસીબી મોરબી તથા પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા, કે.એચ.ભાચીયા તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here