
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમા દબોચી લીધા જુઓ વીડીયો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હતી જેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને અકસ્માત બાદ બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરીને બનેવી સહિતના ત્રણ શખ્સોએ સાળાની હત્યા કરી હોવનું સામે આવ્યું છે
હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયા, ચંદુભાઈ જુબાટીયાભાઈ, છીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ હતી આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીના સ્ટાફે ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા (૩૦) રહે.ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી હાલ રહે.મેરૂપર ગામની સીમમાં યોગેશભાઇ દેવજીભાઇ પટેલની વાડીમાં તા.હળવદ જી.મોરબી, ચંદુભાઇ જંબટીયાભાઇ ધાનુક (૩૦) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી અને છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક (૨૫) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમ.પી નીધરપકડ કરીને હળવદ પોલીસ હવાલે કર્યા હતા આરોપીઓ ને પકડવાની આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, તથા પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.