
માળીયા મિંયાણા નેશનલ હાઈવે પર મિંયાણા સમાજના ધર્મગુરુઓ અને પોલીસ દ્રારા મા આશાપુરા દર્શને જતા પદયાત્રીઓને ઠંડાપીણા અને રેડીયમ લગાવી સલામતી સાથે એકતાનો સંદેશ પાઠવ્યો
માળીયા મિંયાણા હાઈવે પર હોનેસ્ટ હોટલ પાસે ચેકપોસ્ટ પર પોલીસે વાહનોમા અને પદયાત્રીઓના બેગમા રેડીયમ લગાવી ટ્રાફિક જાગૃતિ અને સલામતી અંગે જાણકારી આપી હતી
માળીયા મિંયાણા શહેરના મુસ્લીમ સમાજના ધર્મગુરુઓ નગરપાલીકાના ઉપપ્રમુખ અને પી.એસ.આઈ સહિત પોલીસ સ્ટાફ દ્રારા મા આશાપુરાના દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે હોનેસ્ટ હોટલ નજીક પોલીસ ચેકપોસ્ટ પાસે હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશ પાઠવવા મિંયાણા સમાજના ધર્મગુરુઓ અને અગ્રણીઓએ પદયાત્રીઓને ઠંડાપીણાનુ વિતરણ કરી એકતા અમન શાંતીનો સંદેશ પાઠવ્યો હતો
તેમજ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગઢવી સહિતના પોલીસ સ્ટાફે પદયાત્રીઓના બેગમા તેમજ વાહનોમા રેડીયમ લગાવી સલામતી સાથે ટ્રાફિક જાગૃતિ અંગે જાણકારી આપી હતી આ સમગ્ર કાર્યક્રમમા માળીયા મિંયાણા કાજરડા ચોબારી સહિતના મુસ્લીમ સમાજના ધર્મગુરુ પીરે તરીકત એવા સૈયદ અબ્દુલાશાબાપુ ડેલીવાળા- સૈયદ હૈદરબાપુ અને કાદરબાપુ ૪૭ પીરવાળા- સૈયદ મોહિનબાપુ ચોબારીવાળા- સૈયદ હનીફબાપુ ચિત્રોડવાળા તેમજ નગરપાલીકાના ઉપપ્રમુખ રહીમભાઈ જામ અને જીવાભાઈ જામ તેમજ પી.એસ.આઈ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફે કાર્યક્રમમા હાજરી આપી હતી