મોરબીમા સેવાકીય પ્રવૃતિઓમા હમેશા તત્પર યંગ ઈંન્ડીયા ગૃપ દ્રારા તમામ ભારતવાસીઓને દિવાળી અને નવા વર્ષના અમિનંદન પાઠવતા દેવેન રબારી

મોરબીમા સેવાકીય પ્રવૃતિઓમા હમેશા તત્પર યંગ ઈંન્ડીયા ગૃપ દ્રારા તમામ ભારતવાસીઓને દિવાળી અને નવા વર્ષના અમિનંદન પાઠવતા દેવેન રબારી

આપણા દરેક પર્વનું આધ્યાત્મિક તેમજ સામાજિક મહત્ત્વ છે, તો દરેક પર્વનો સંદેશ પણ શુભ સંકેત આપનાર હોય છે. પર્વ જીવનને તેજોમય કરીને ઉન્નત ગતિ કરવાની પ્રેરણા આપે છે. પ્રકાશનું પર્વ દીપોત્સવ પણ તમસો મા જ્યોતિર્ગમય એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું દિશાસૂચન કરે છે દિવાળી પોઝિટિવિટી ફેલાવે છે. આજે માણસ ભાવુક બનતો હોય છે. કોઈ માણસને રડતો જુએ તો તરત જ એની પાસે દોડી જાય છે અને તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. એટલિસ્ટ આજે તો કોઈ રડવું ન જ જોઈએ. આજના દિવસનો થોડોક અંશ આપણે આપણામાં જીવતો રાખીએ અને આખું વર્ષ એને ઝગમગવા દઈએ તો એ પૂરતું છે. એક વિચારકે સરસ વાત કરી છે કે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે.દેવેન રબારી તરફથી દિવાળી અને નવા વર્ષની સાથોસાથ સુંદર જિંદગીની શુભકામનાઓ……

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here