
મોરબીની કહેવાતી રાણીબાએ તલવારથી કેક કટિંગ કરીને સોશ્યલ મીડિયામાં વિડીયો અપલોડ કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે ગુનો નોંધાયો જુઓ વીડીયો
મોરબીમાં છેલ્લા ઘણા દિવસોથી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે અગાઉ તેનો જન્મ દિવસ તેને જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં ૩૦ જેટલા કેક મૂકીને તેનું તલવાર જેવા હથિયારથી કટિંગ કર્યું હતું અને તે વિડિયોમાં પિસ્તોલ જેવુ હથિયાર પણ દેખાઈ રહ્યું છે જે વિડિયોને લઈને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે પોલીસે જાતે ફરિયાદી બનીને વધુ એક ગુનો નોંધાયો છે
મોરબીમા અનુસુચિત જાતીના યુવાનને પગાર મામલે ઢોર મારમારી પગરખુ ચટાડતા દલીત સમાજ લાલધુમ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી જેમા વધુ એક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં મળતી માહિતી મુજબ મોરબી સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પીએસઆઇ અશોકસિંહ દિલુભા જાડેજા ફરિયાદ બનેલ છે અને વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશભાઈ સીતાપરા જાતે પટેલ રહે. એસપી રોડ, પેસિફિક હાઇટ્સ, રવાપર વાળીએ જાહેરમાં બે ટેબલ ઉપર પોતાના ફોટા અને નામ વાળી ૩૦ જેટલી કેક ગોઠવીને તે કેકનું કટિંગ તલવાર જેવા હથિયારથી કરતી હોય તેવો વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરેલ હતો જો કે, સમાજમાં ભય ઉભો કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે હાલમાં આઇપીસી કલમ ૨૬૮, ૨૯૦ તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે