
મોરબી લખધીરપુર રોડ પર એન્ટીક સીરામીકના કારખાનાની સામે જી.ઈ.બી. પાવર હાઉસની ઓફીસમાંથી થયેલ ચોરીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
પ્રાપ્ત વીગત અનુસાર તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ જી.ઈ.બી. પાવર હાઉસમાં કામ કરતા ફરીયાદી મનીષભાઈ થોભણભાઈ મોરીનો કીમતી મોબાઈલ આ કામના આરોપી હાજીભાઈ અકબરભાઈ માણેક તથા એઝાજ ઉર્ફે ફારુક સલીમભાઈ ભટ્ટી ચોરી કરી ગયેલની હોવાની પોલીસ ફરીયાદ મોરબી તાલુકામાં નોધાયેલ હતી ત્યારબાદ પોલીસે પુરતા પુરાવા સાથે ચાર્જશીટ નામદાર કોર્ટમા રજુ કરેલ અને ભારતીય દંડ સહીતાની કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો નોંધી પોલીસે ચાર્જશીટ રજુ કરી હતી અને આ કેશ મોરબીના નામદાર બીજા એડિશનલ ચિફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાણી સાહેબની કોર્ટમા ચાલી જતા આ કેશમા નામદાર કોર્ટે બને આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.જેમાં આરોપી નંબર (૨) એઝાઝ ઉર્ફે ફારુક સલીમભાઈ ભટ્ટીના વકીલ તરીકે પી.એચ વાળાના જુનીયર મહિલા એડવોકેટ ખુશબુબેન પી. વીસાણી રોકાયેલા હતા