અહેવાલના પગલે… મોરબી પાલીકાતંત્રએ આળસ ખંખેરી તાબડતોબ લાતીપ્લોટ મેઈન રોડ પર ભુગર્ભ ગટરનો ગંભીર પ્રશ્રનો નિકાલ કરાતા રાહદારીઓએ રાહતનો દમ લીધો..જુઓ વીડીયો

 

અહેવાલના પગલે… મોરબી પાલીકાતંત્રએ આળસ ખંખેરી તાબડતોબ લાતીપ્લોટ મેઈન રોડ પર ભુગર્ભ ગટરનો ગંભીર પ્રશ્રનો નિકાલ કરાતા રાહદારીઓએ રાહતનો દમ લીધો

મોરબી નગરપાલીકા તંત્રને અનેક રજુઆતો કરવા છતા પ્રશ્ર હલ નહી થતા જાગૃત પત્રકારે કવરેઝ કરી તંત્રની ઉંધ ઉડાડતા લોકોએ પત્રકારનો આભાર માન્યો હતો

મોરબી લાતીપ્લોટ શેરી નંબર ૮ મેઈન રોડ પર છેલ્લા દોઢેક મહિનાથી મોતના કુવા સમાન ખુલ્લી ભુગર્ભ ગટરથી વાહન ચાલકો અને લતાવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા અને ખુલ્લી ગટરમા અનેક વખત અકસ્માત સર્જાતા બાઈક ચાલકોને ઈજાઓ થઈ હતી તેમજ અનેક વખત વાહનોને પણ નુકશાન થયુ હતુ ત્યારે આ ગંભીર પ્રશ્રનો નિકાલ કરવા પાલીકાતંત્રને રજુઆત કરવા છતા ગંભીર પ્રશ્ર સામે આંખ આડા કાન કરાતા લતાવાસીઓએ જાગૃત પત્રકાર રજાક બુખારીને ગંભીર પ્રશ્રના નિકાલ કરાવી ન્યાયની રજુઆત કરાતા આ ગંભીર પ્રશ્રનુ મીડીયામા કવરેઝ કરી મોરબી પાલીકાતંત્ર તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી શહેરીજનોના પ્રશ્રનો આવાઝ બુલંદ કરાતા પાલીકા તંત્રની ઉંધ ઉડી હતી અને તાબડતોબ કામગીરી હાથ ધરી એક જ દિવસમા ખુલ્લી ભુગર્ભ ગટરની સફાઈ કરી સિમેન્ટથી ચણતર કામ કરી કુંડીનુ ઢાકણુ નવુ નાખી ગંભીર પ્રશ્રનો નિકાલ કરતા વાહન ચાલકો અને લતાવાસીઓએ રાહતનો દમ લીધો હતો અને હુશેની કમીટીના મહેબુબભાઈ પીલુડીયા ઈકબાલ લોજના માલીક રસુલભાઈ ભટ્ટી સહિતના શહેરીજનોએ જાગૃત પત્રકાર રજાક બુખારીનો આભાર માન્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here