
મોરબી તા ૧૭ ડિસેમ્બર ૨૦૨૩
મોરબીમા જીલ્લા કોગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ આયોજીત ભવ્ય કાર્યક્રમમા બહોળી સંખ્યામા અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા
ઓલ ઈન્ડીયા કોગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ઈન્સાફ અલી પીરજાદા અને ગુજરાત પ્રદેશના નાઝીરખાન પઠાણે કાર્યક્રમમા હાજરી આપી હતી
મોરબી વીસીપરા વિસ્તારમા જીલ્લા કોગ્રેસ આયોજીત લધુમતી માઈનોરીટી ડિપાર્ટમેન્ટનો ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા ચેરમેન ઈમરાન પ્રતાપગઢીના સંદેશ લોકો સુધી પહોચાડવા ઓલ ઈન્ડીયા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કોઓડીનેટર અને સુપ્રિમ કોર્ટના એડવોકેટ ઈન્સાફ અલી પીરજાદા તેમજ નાઝીરખાન પઠાણની ઉપસ્થિતામા ભવ્ય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો
આ કાર્યક્રમમા ઓલ ઈન્ડીયા માઈનોરીટીના કોઓડીનેટર ઈન્સાફઅલી પીરજાદાએ જણાવ્યુ હતુ કે ભારત દેશમા નફરત નહી પણ મહોબ્બત ફેલાવવાનુ કામ કોગ્રેસ પાર્ટીનુ છે ત્યારે આગામી ૨૦૨૪ ની વિધાનસભાની ચુટણીમા ગુજરાતના સમગ્ર જીલ્લાઓ તાલુકાઓમા મોઈનોરીટી ડિપાર્ટમેન્ટ વધુમા વધુ મજબુત થાય સંગઠનો મજબુત થાય અને મેદાને આવી પોતાની સક્રિય ભુમિકા નીભાવે તેવા મેસેઝ સાથે ઈન્સાફ અલી પીરજાદાએ જણાવ્યૂ હતુ તેમજ ગુજરાતના સમગ્ર જીલ્લાઓ તાલુકાઓ અને શહેરમા કોગ્રેસ માઈનોરીટી ટીમ કાર્યક્રમ કરી લોકોના મંતવ્ય જાણી દિલ્હી સુધી પહોચાડી સંગઠન વધુ મજબુત બને તેવા પ્રયાસો કરશે અને આગામી વિધાનસભાની ચુટણીમા સફળ થવા કાર્યક્રમો યોજી માઈનોરીટી ડિપાર્ટમેન્ટના સંગઠનને મજબુત બનાવશે તેવુ ઓલ ઈન્ડીયા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના કોઓડીનેટર અને ગુજરાતના ઈન્ચાર્જ ઈન્સાફ અલી પીરઝાદાએ જણાવ્યુ હતુ આ કાર્યક્રમમા વાકાનેરના કોગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા મોરબી જીલ્લા કોગ્રેસ માઈનોરીટીના ચેરમેન મહંમદભાઈ કડીવાર સહિત બહોળી સંખ્યામા કોગ્રસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા