
રિપોર્ટ-રજાક બુખારી મોરબી
માળીયા મિંયાણાના મોટાદહીસરા ગામે શહીદવીર શ્રી ભોજાબાપા મકવાણાના મંદિરે દેવભુમી દ્રારકામા યોજાવનાર આહીરાણી મહારાસ અંતર્ગત આમંત્રણ પત્રિકા અપાઈ
આહીર સમાજ દ્રારા દેવભુમી દ્રારકામા આગામી તા ૨૩ અને ૨૪ ડિસેમ્બરના રોજ આહીરાણી મહારાસનો ભવ્ય કાર્યક્રમ યોજાશે
દેવભુમી દ્રારકા ખાતે આગામી તારીખ ૨૩ અને ૨૪ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ દ્વારકા ખાતે યોજાવનાર આહીરાણી મહારાસ અંતર્ગત માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીસરા મુકામે વીર શહીદ શ્રી ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા આપવા માટે મહારાસના અધ્યક્ષ શ્રીમતિ કલ્પનાબેન જરું, ડૉ.હર્ષાબેન મોર,નીતાબેન હુંબલ,ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા..
આ તકે મોટા દહીસરા મુકામે શ્રી મોરબી જીલ્લા આહીર કમઁચારી મંડળ ના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરા ના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનો નુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ.તેમજ બધાં માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.આ પ્રસંગે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના સભ્યો અજયભાઈ ડાંગર, રાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા,તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા.સાથે સાથે વવાણીયા મુકામે માતૄશ્રી રામબાઈ માતાજીના ચરણોમા પણ આમંત્રણ પત્રીકા અપઁણ કરી આમંત્રણ આપવામા આવ્યુ.વવાણીયા ખાતે રામબાઈ મા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું.રાવતભાઈ કાનગડ દ્રારા ચા પાણી અને નાસ્તા ની સુંદર વ્યવસ્થા કરવામા આવી.તેમજ શ્રી રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસના અધ્યક્ષ શ્રી મતિ કલ્પનાબેન જરુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી જશુભાઈ દ્વારા ૧૧૦૦૦ રૂ નું યોગદાન આપવામાં આવ્યું.અને મહંતશ્રી પ્રભુદાસ બાપુ એ આશીર્વચન પાઠવ્યા હતા.