
મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં દુકાનમાંથી ગેસના ત્રણ બાટલા અને રોકડ રકમની ચોરી કરનાર અશોક ઉધરેજાની તાલુકા પોલીસે કરી ધરપકડ
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં ચોરી કરવામાં આવેલ હતી અને તસ્કર દ્વારા જુદી જુદી કંપનીના ગેસના ત્રણ બાટલા તેમજ રોકડા રૂપિયા મળીને ૧૨,૧૦૦ ના મુદ્દામાલની ચોરી કરી ગયો હતો જેથી કરીને ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપરડ કરીને આગળની તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની આલાપ સોસાયટીમાં નવજીવન પાર્ક અક્ષર પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧ માં રહેતા અને મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અરુણકુમાર ભાણજીભાઈ સંઘાણી જાતે કડવા પટેલએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ વૈશાલી ઇન્ડસ્ટ્રીઝની સામેના ભાગમાં મારુતિ પ્રોવિઝન સ્ટોર નામની તેમની દુકાન આવેલ છે જેમા તસ્કરે તેની દુકાનના તાળા તોડીને દુકાનમાંથી રિલાયન્સ કંપનીનો ૧૬ કિલોનો ગેસનો એક બાટલો તેમજ ઇન્ડેન કંપનીના બે ગેસના બાટલા આમ કુલ મળીને જુદી જુદી કંપનીના ત્રણ ગેસના બાટલા તથા ગલ્લામાં રાખેલા ૪૬૦૦ રોકડા રૂપિયાની ચોરી કરેલ છે જેથી કરીને કુલ મળીને ૧૨,૧૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એમ. બગડા, રાયટર વાસુદેવભાઇ સોનાગ્રા સહિતની ટીમે આરોપી અશોક ગાંડાભાઇ ઉઘરેજા રહે. વઘાસીયા વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી