
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેન્કરમાં ચોરખાનું બનાવી કચ્છ તરફ લઇ જવાતો ૫૯૪૬ બોટલ ઈંગલીશ દારૂના જથ્થા સાથે આરોપીને દબોચ્યો ૧૯.૯૫ લાખનો મુદામાલ જપ્ત ટેન્કર ચાલકની ધરપકડ અન્ય બે વિરુદ્ધ ગુન્હો નોંધાયો
૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલમા એલસીબીએ રંગમા ભંગ પાડી ઈંગલીશ દારુ સાથે આરોપીને ઉપાડી લીધો
મોરબીના માળીયા ફાટક પાસેથી ટેન્કરમાં ચોરખાનું બનાવી મસમોટો દારૂનો જથ્થો કચ્છ તરફ પહોંચાડાય તે પહેલા જ મોરબી નજીકથી એલસીબી ટીમે ટેંન્કરના ચોરખાનામનથી ૫૯૬૪ બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે ૧૯.૯૫ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
૩૧ ડિસેમ્બરની ઉજવણી નિમિતે સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર થી કચ્છ તરફ એક ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ પસાર થવાનું હોય જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી લઇ જવાતો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ વાળું નેશનલ હાઈવે માળીયા ફાટક પાસે ઓવરબ્રિજના છેડે પહોંચતા ટેન્કરને આંતરી ટેન્કરની તલાશી લેતા ટેન્કરમાં ચોરખાનું બનાવેલ જે ચોર ખાનામાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો જે ટેન્કરમાંથી પોલીસે ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૪૩૨, ગ્રીન લેવલ વ્હીસ્કી બોટલ નંગ ૨૯૭૬, મેકડોવેલ્સ બોટલ નંગ ૯૪૮ અને મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૧૬૦૮ એમ કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૫૯૬૪ મળી આવી હતી જેથી પોલીસે ૯,૮૬,૪૦૦ ની કિમતનો દારૂનો જથ્થો તેમજ ટેન્કર જીજે ૧૨ બીવી ૧૦૭૮ કીમત રૂ ૧૦ લાખ તેમજ બે મોબાઈલ કીમત રૂ ૫૫૦૦ અને રોકડ રૂ ૩૬૬૦ એમ કુલ રૂ ૧૯,૯૫,૫૬૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
આ ટેંન્કરના ચાલક લક્ષ્મણરામ જુન્જારામ જાટ (ઉ.વ.૨૮) રહે રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યો છે તો ટેન્કરના માલીક અને દારુનો જથ્થો મોકલનાર જયદીપ જાટ રહે બાડમેર રાજસ્થાન તેમજ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છેજે કામગીરીમાં એલસીબી પોલીસ ઈન્સપેકટર દિપક એમ ઢોલ, પી.એસ.આઈ. કે એચ ભોચીયા, પી.એસ.આઈ. એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ વિક્રમભાઈ ફૂગસીયા તેમજ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી