
માળીયા મિંયાણાના બગસરા નજીક રણકાંઠા વિસ્તારમા રાજકીય વગ ધરાવતા મોટામાથાઓ દ્રારા બિન અધિકૃત પેશકદમી ચેરના જંગલોનો સફાયો થતોહોવાની લોકચર્ચા છતા વનતંત્રના આંખે પાટા
માછીમારોની ક્રિકો બંધ કરી માછીમારોની રોજીરોટી છીનવી લેવાના પ્રયાસ ચેર ફોરેસ્ટ વિભાગનીનો એન્ટ્રીમા ધુસી ચેરના જંગલોનો સફાયો કરાતો હોવાની ચર્ચા છતા તંત્રમૌન? માછીમારોમા રોષ
માળીયા મિંયાણા તાલુકાના બગસરા વવાણીયા ગામ નજીક રણકાંઠા વિસ્તારમા મીઠાના અગર બનાવવા બિન અધિકૃત રીતે પેશકદમી કરી રહયા હોવાની માછીમારોમા ચર્ચા ફેલાઈ છે મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના બગસરા વવાણીયા ગામ નજીક આવેલ રણકાંઠાની જમીનમા ચેર ફોરેસ્ટની અનામત વન વિભાગની ૭૭૭૦ હેકટર જમીનમા નો એન્ટ્રી છે અને જો કોઈ વ્યકિત આ મોરબી જીલ્લાના રેન્જ ફોરેસ્ટ વિભાગની હદમા ગેરકાયદેસર રીતે પેશકદમી કરશે તો પ્રતિબંધીત વિસ્તારમા અન અધિકૃતરીતે પ્રવેશ કરનાર સામે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની જોગવાઈઓ મુજબ કાયદકીય કાર્યવાહી થશે તેવુ સ્પષ્ટ કાયદો હોવા છતા અમુક રાજકીય પહોચ ધરાવતા માથાભારે તત્વો દ્રારા ખુલ્લેઆમ ચેરના જંગલોનો નાશ કરી પોતાના સ્વાર્થ માટે ચેર ફોરેસ્ટના જંગલોનો નાશ કરી તેમજ માછીમારોની દરિયાઈ પાણીની અવર જવર બંધ કરી માછીમારોની રોજીરોટી છીનવી લેવાના પ્રયાસ કરી ગેરકાયદેસર પેશકદમી કરી રહયા હોવાની લોકચર્ચા જાગી છે ત્યારે આ માછીમારોની રોજગારી છીનવવાનો પ્રયાસ કરનાર અને ચેર ફોરેસ્ટની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરનાર મોટા માથાઓ સામે ફોરેસ્ટ વિભાગ કેમ ચુપકીદી સેવી રહયુ છે? કે પછી સરકારી જવાબદાર બાબુઓના ખીસ્સા ગરમ કરવામા આવ્યા છે એટલે તંત્ર મૌન છે જો તંત્રની આંખ નહી ખુલ્લે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામા આવશે છતા ન્યાય નહી મળે તો ગુજરાત હાઈકોર્ટમા ન્યાયની માંગણી કરાશે તેવુ માછીમાર ગરીબ પરીવારોમા ચર્ચાએ જોર પકડયુ છે