
મોરબીમા હિંન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક અને સુપ્રસિધ્ધ સુફીસંત ઓલીયા હજરત હોથીશાહ વલીના ઉર્ષ ની તડામાર તૈયારી
મોરબીના લીલાપર રોડ પર આવેલ હિન્દૂ મુસ્લીમ એકતાના પ્રતિક અને સુપ્રસિધ્ધ મશહૂર ઓલીયા હજરત હોથીશાવલીનોતારીખ:-૨૦/૦૨/૨૦૨૪ મંગળવાર ને ૨૧/૦૨/૨૦૨૪ બુધવાર ના ઉર્સ મુબારક મનાવવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારકની હિંન્દૂ મુસ્લીમ એકતાથી ઉજવણી કરવામાં આવશે તારીખ ૨૦/૦૨/૨૦૨૪ મંગળવારના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે ત્યારબાદ સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવશે તારીખ ૨૧/૦૨/૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે એલાને આમ ન્યાત શરીફ રાખેલ છે તો આ ન્યાજ (મહાપ્રશાદ) લેવા અત્યારથી જ તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને આમંત્રણ પાઠવવામા આવે છે ત્યારબાદ રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાતશરીફનો પ્રોગ્રામ રાખવા આવશે જેમા રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ અઝીમ નાઝાનો કવાલ્લીનો શાનદાર પ્રોગ્રામ રાખવામા આવશે જેમા તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈ ઓ તથા બહેનો આ શાનદાર ઉર્ષ મુબારકના ખુશીના મૌકા પર આવી સવાબ હાશીલ કરવા વિનંતી છે જે હઝરત હોથીશાહ વલી દરગાહ શરીફના ખાદીમ રજાકબાપુએ યાદીમા જણાવ્યુ હતુ