
શિકારી ટોળકીને પકડી બહાદુરી બતાવતા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને ચેર ફોરેસ્ટની હદમા પેશકદમી કરતા મોટામાથાઓ પાસે હાથ કેમ ટુંકા પડે છે તેવી લોકચર્ચા?
માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા બગસરા ગામ નજીક રાજકીયવગ ધરાવતા મોટામાથાઓ ચેર ફોરેસ્ટની હદમા ગેરકાયદેસર પેશકદમી કરતા હોવા છતા તંત્ર કેમ ચુપ? તેવી લોકચર્ચા ફેલાઈ હતી
માળીયા મિંયાણા તાલુકાના વવાણીયા બગસરા વર્ષામેડી સહિતના ગામ નજીક આવેલ રણ વિસ્તારમા ખારાપાણીમાથી નાણા બનાવતા મીઠાની અગરના માલીકોને જાણે વધારે લાલચ જાગી હોય તેમ સરકાર પાસેથી ૧૦૦ એકર મીઠુ પકવવાની જમીન ભાડાપેટે મંજુર કરાવી તેની આજુબાજુમા રહેલ વન વિભાગ દ્રારા ઉછેર કરાયેલા ચેરના જંગલોનો સફાયો કરી ૧૦૦ એકરમાથી ૫૦૦ એકર જમીન કરી ગેરકાયદેસર પેશકદમી કરતા હોવાની અને માછીમારોની દરીયાઈ ક્રિકો બંધ કરી દરીયાઈ પાણીના અવર જવર પર રોક લગાવી રહયાની લોકચર્ચાએ જોર પકડયુ છે
ત્યારે આ સમાચાર અગાઉ છપાતા ફોરેસ્ટ વિભાગના કહેવાતા બહાદુર અધિકારીઓ આઠ કારના કાફલા સાથે વવાણીયા બગસરા નજીકના રણમા તપાસ માટે નીકળ્યા હતા અને ચાર થી પાંચ કલાક રણ વિસ્તારમા રહી તપાસના નામે દેખાવ કરી ખાલી હાથે પરત ફર્યા હતા શુ? ફોરેસ્ટના જવાબદાર અધિકારીઓએ ખીસ્સા ગરમ કરી લીધા કે પછી રાજકીયવગ ધરાવતા મોટામાથાઓથી ડરી ગયા તેવી લોકચર્ચાએ જોર પકડયુ હતુ