
મોરબીના પીપળીરોડ ધુંટુરોડ હરીપર કેરાળા સહિત વિસ્તારોમા ખાખીની મીઠીનજર હેઠળ મોતની પોટલીનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાની લોકચર્ચા છતા તંત્રમૌન?
પોલીસની હપ્તાખોરી અને મીઠીનજરથી આ વિસ્તારોમા દેશીદારુની રેલલછેલ બુટલેગરો અને પોલીસને લીલાલહેરની ચર્ચા
મોરબીના જેતપર પીપળીરોડ ધુંટુરોડ હરીપર કેરાળા લખધીરપુર રોડ સહિતના વિસ્તારોમા ગાંધીના ગુજરાતમા દારુબંધીનો કાયદો હોવા છતા ખાખીની હપ્તાખોરી અને રહેમનજર હેઠળ પોલીસ બુટલેગરને લીલાલહેર હોય તેમ દેશી દારુના ખુલ્લેઆમ હાટડાઓ ફુલ્યા ફાલ્યાની ચર્ચા
મોરબીમા જાણે દારુબંધીનો કાયદો અસ્તિત્વમા જ ન હોય તેવી રીતે પીપળીરોડ લખધીરપુર રોડ ધુટુ નીચીમાંડલ હરીપર કેરાળા સહિત અનેક સ્થળે દેશીદારુના હાટડાઓ પોલીસની હપ્તાગીરીથી ખુલ્લેખામ ધમધમી રહયા હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે
ત્યારે મોરબી આ વિસ્તારમા દેશીદારુનો પોઈન્ટ ચાલુ કરવો હોય તો એક પોઈન્ટ દીઠ પચ્ચીસ હજાર જે તે વિસ્તારના બીટ જમાદારને હપ્તો આપ્યા બાદ અન્ય ડી સ્ટાફ પોલીસ અધિકારીઓ સહિત એક પોઈન્ટ મહિને એક લાખનો હપ્તો આપી ખુલ્લેઆમ ગાંધીના ગુજરાતમા દેશી દારુનુ વેચાણ થતો હોવાનો અને આ વિસ્તારમા પચ્ચાસથી વધુ દેશી દારુના પોઈન્ટ ખોલ્લી દારુનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાની લોકચર્ચાએ જોર પકડયુ છે
ત્યારે આ વિસ્તારોમા સીરામીકના કારખાના હોવાથી પરપ્રાંતીય મજુરો મોટા પ્રમાણમા મજુરી કરતા હોવાથી આખો દિવસ મજુરી કર્યા બાદ સાંજે મુરધી અને દારુ પીવાની ટેવ ધરાવતા હોવાથી આ વિસ્તારોમા સાંજ પડે એટલે દારુ અને મુરધીના પોઈન્ટ પર પડાપડીનો માહોલ જોવા મળે છે ત્યારે ખાખીની મહેરબાની અને સ્વાર્થથી ચાલતા આ ગોરખધંધાથી અનેક પરીવારો ક્રાઈમના શીકાર બને છે અને પીડાતા હોવાની લોક ફરીયાદ ઉઠી છે ત્યારે જો મોરબીના એસ.પી અથવા સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમ તપાસ કરે તો કેટલાયના ખાખીના તપેલા ચડી જાય તવી લોકચર્ચાએ જોર પકડયુ હતુ