
મોરબી ના ધારાસભ્ય ઝેરી કેમિકલ નાખી પર્યાવરણ બગાડનાર ને શા માટે મદદ કરે છે? જી.પી.સી.બી અને પોલીસ વિભાગ આ બાબત કેમ ચૂપ છે? કોંગ્રેસ
મોરબી ના ધારાસભ્ય અવાર નવાર વિડિયો જાહેર કરી પોતે દરેક ને મદદ કરે છે એવી ખોટી ડંફાસ મારી મોરબી માળિયા ની પ્રજા ને શું મૂર્ખ સમજે છે? જ્યારે જ્યારે પ્રજા વીરોઘી કાંડ બહાર આવે તેમાં મોરબી ના ધારાસભ્ય ની સંડોવણી ના હોય તેવું નથી બન્યું
ભૂતકાળ માં વ્યાજ વટાવના ઘઘાંની વાત હોય તો એમાં પણ તેમનું નામ જાહેર થયેલ તેવી જ રીતે દુકાન ખાલી કરાવવા નું કામ હોય તો તેમાં પણ તેઓ દુકાન ખાલી કરવા માટે બેફામ ગાળો આપતા હોય તેવા કોલ રેકોર્ડિંગ ની કિલ્પ પ્રજા ને સાંભળવા મળેલ ત્યાં પાછું ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામ ના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવેલ ગામ ના જાગૃત લોકો એ એ ટેન્કર ને પકડી પાડેલા પરંતુ જે વિભાગ ની જવાબદારી છે તે જી.પીસી.બી.અને પોલીસ વિભાગ આ કામગીરી કેમ નથી કરતા? તેઓ આવા ઘઘા કેમ ચાલવા દે છે? એ પણ વિચાર માંગી લે તેવી વાત છે ગ્રામજનો એ પકડેલ ઝેરીકેમિકલ નું ટેન્કર અને માણસો ને છોડાવવા અને તેના બચાવ માટે મોરબી ના ધારાસભ્ય આવે તે કેટલી શરમજનક બાબત છે તમામ કાળા અને પ્રજા વિરોધી કામગીરી માં મોરબી ના ધારાસભ્ય ની ક્યાંક ક્યાંક સંડોવણી બહાર આવે છે તો મોરબીની પ્રજા એ તમને આ માટે મત આપી ચૂંટેલ છે? કે તમો મોરબી માળિયા ની પ્રજા ના સ્વસ્થ્ય સાથે ખેલ કરો આવા ઝેરી કેમિકલ ને કારણે રોગચાળો ફેલાય છે જમીન ખરાબ થાય છે સાથે મૂંગા પશુ જીવજંતુ પણ મરણ પામે છે સાથે પર્યાવરણ ને પણ પારાવાર નુકસાન થાય છે ત્યારે આવા ઝેરી કેમિકલ જ્યાં ત્યાં નાખતા લોકો ને સજા આપવાને બદલે સાથ આપવા ધારાસભ્ય શ્રી કેમ આગળ આવે છે.? આ બાબતે તો અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરાવી જોઈએ જેથી આવા લોકો ફરી વખત જ્યાં ત્યાં ઝેરી કેમિકલ ઠાલવે નહીં અને પર્યાવરણને નુકસાન ન કરે તે જોવું જોઈએ પણ અહી તો રક્ષક જ ભક્ષક નીકળે ત્યારે પ્રજા ફરિયાદ પણ કોને કરે? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના સાથે ઉભુ રહેવું જોઈએ તેના બદલે મોરબી ના ધારાસભ્ય ગેર કાયદેસર ધંધા કરતા લોકો સાથે ઊભા રહે છે તે તેમના માટે શરમજનક બાબત કહેવાય ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતાં લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માં કરવા માં આવે તેવી રજૂઆત મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ તેમજ મોરબી તાલુકા પ્રમુખ કેડી પડસુંબિયા ગુજરાત પ્રદેશ માલધારી સેલ ના પૂર્વ ઉપ પ્રમુખ રમેશ રબારી .અને. કે. ડી બાવરવા પૂર્વ પ્રદેશ ઓબીસી સેલ ઉપપ્રમુખ શ્રી એલ.એમ. કંજારિયા વગેરે ની પ્રેસ યાદી જણાવે છે